Andhra Pradesh

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લીમાં દારુની બોટલ ભરેલો ટ્રક પલ્ટી જતાં બોટલો લૂંટવા લોકો તૂટી પડ્યાં

અનાકાપલ્લી
આંધ્ર પ્રદેશના અનાકાપલ્લીમાં મંગળવારે ત્યારે અફરાતફરી મચી ગઈ, જ્યારે બીયરની બોટલથી ભરેલું એક વાહન બેકાબૂ થઈને પલ્ટી ખાઈ ગયું હતું. વાહન પલ્ટી જતાં બીયર ભરેલા કાર્ટન રસ્તા પર પડ્યા હતા. જેવું લોકોને તેની જાણકારી મળી તો, મોટી સંખ્યામાં લોકો બોટલ લુંટવા માટે પહોંચી ગયા. બીયરની બોટલ લુટતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યુ છે. જેમાં લોકો બોટલ લઈને ભાગતા દેખાઈ રહ્યા છે. તેમાં કેટલાય લોકો હેલમેટ લગાવેલ દેખાઈ રહ્યા છે. જે બાઈક ઊભા રાખીને બોટલો પર હાથ સાફ કરતા પણ દેખાઈ રહ્યા છે. જાણકારી અનુસાર, અનાકાપલ્લીમાં ૨૦૦ કાર્ટન બીયર લઈને જઈ રહેલું વાહન પલ્ટી ગયું છે. તેની સૂચના સ્થાનિક લોકોને મળી તો, બીયરની બોટલો લેવા માટે પહોંચી ગયા. પીટીઆઈ દ્વારા ટિ્‌વટર પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં લોકો બીયરની બોટલો ઉઠાવતા દેખાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ડ્રાઈવરે વાહન પર કંટ્રોલ ખોઈ બેસતા વાહન પલ્ટી ગયું હતું. જેવું સ્થાનિક લોકોને રસ્તા પર બીયરની બોટલ પડેલી દેખાઈ, તેઓ બોટલ લેવા માટે દોડવા લાગ્યા. ઘટનાની સૂચના મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. જાે કે, પોલીસ આવે તે પહેલા કેટલાય લોકોએ બીયરની બોટલ ઉઠાવીને ભાગી ચુક્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ મામલે તપાસ થઈ રહી છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *