Delhi

ઓડિશા ટ્રેન અકસ્માતમાં પીડિત પરિવારોને નેતાએ મદદના નામે ૨૦૦૦ની નોટ પકડાવી

નવીદિલ્હી
ઓડિશાના બાલેશ્વરમાં થયેલ રેલ દુર્ઘટનામાં સેંકડો લોકોના જીવ ગયા છે. આ પીડિત પરિવારોને કેન્દ્ર સરકાર અને રાજ્યો તરફથી મદદની જાહેરાત કરી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પણ બંગાળના મૃતકોના પરિવારને મદદની જાહેરાત કરી હતી. ત્યારે આવા સમયે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારનો દાવો છે કે, બંગાળના એક મંત્રીએ મૃતકના પરિવારોને ૨ લાખની રૂપિયાની મદદ કરી છે. સુકાંત મજૂમદારે દાવો કર્યે છે કે, ૨૦૦૦ રૂપિયાની નોટમાં આર્થિક મદદ કરી હતી. તેઓ એ પણ સવાલ ઉઠાવે છે કે, આ પૈસાનો સ્ત્રોત શું છે? તેમણે એક વીડિયો ટિ્‌વટ કર્યો છે, જેમાં જાેઈ શકાય છે કે, બે મહિલાઓ બેઠેલી છે અને એક મહિલા ખુરશી પર બેઠી છે. ત્રણ મહિલાઓ બે હજાર રૂપિયાની નોટનું બંડલ પકડાયેલ છે. ભાજપના નેતા સુકાંત મજૂમદાર આ વીડિયોને ટિ્‌વટ કરતા સવાલ ઉઠાવ્યો છે, શું આ કાળા નાણાને સફેદ કરવાની ટીએમસી રીત નથી? સુકાંત મજુમદારે પોતાના ટિ્‌વટ સાથે લખેલ છે. મમતા બેનર્જીના નિર્દેશ પર રાજ્યના એક મંત્રી પીડિત પરિવારોને ટીએમસી તરફથી ૨ લાખ રૂપિયાની આર્થિક મદદ કરી રહ્યા છે. હું આ મદદની સરાહના કરુ છું. પણ આ સંદર્ભમાં, હું એ પણ સવાલ રાખી રહ્યો છું, આ ૨૦૦૦ રૂપિયાની નોટોના બંડલનો સ્ત્રોત શું છે? અહીં ઉલ્લેખનિય છે કે, ઓડિશાના બાલેશ્વરમાં ૨ જૂનના રોજ ત્રણ ટ્રેનોની ટક્કર થઈ ગઈ હતી. બહનાગા સ્ટેશન નજીક હાવડા એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીની ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં ૨૮૮ લોકોના મોત થઈ ગયા છે, જ્યારે ૧૦૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે.

File-01-Page-14-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *