જામનગર
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-ડીપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. જેમાં જામનગરના બેડીબંદર, નવાબંદર, રોઝીબંદર, સિક્કા, દેવભૂમિદ્વારકા જિલ્લાના ઓખા બંદર, સલાયા બંદર વાડીનાર, પોરબંદર જિલ્લાના નવીબંદર સહિતના બંદરો પર ૨ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યુ છે.માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૦મી જુનથી દરિયો ખેડવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાને પગલે દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકાયો છે. દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.જ્યારે કે ૮ જૂનના રોજ તે અતિ તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.અરબ સાગરમાં ‘બિપરજાેય’ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.ગુજરાતના પોરબંદર અને જાફરાબાદ સહિતના બંદરો પર ૨ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદની શક્યતાને પગલે જીડ્ઢઇહ્લની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.તો સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
