Delhi

આગામી ૪૮ કલાકમાં કેરળમાં ચોમાસુ બેસી જશે

દિલ્હી
ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી ૪૮ કલાકમાં કેરળમાં ચોમાસુ બેસી જશે. હવામ વિભાગ અનુસાર દક્ષિણ અરબી સમુદ્રના ભાગો અને લક્ષદ્વીપ વિસ્તારથી ચોમાસું આગળ વધી ગયું છે. બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો અને સમગ્ર લક્ષદ્વીપ વિસ્તાર અને માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીના વધુ ભાગો, ઉત્તરપૂર્વીય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો અને કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પણ પરિસ્થિતિઓ અનુકૂળ છે.અંબાલાલ પટેલની આગાહીઃ અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા ચક્રવાત અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે. આ ચક્રવાતમાં પવનની ગતિ ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. દરિયાથી ૧ હજાર માઈલ દૂર સુધી ચક્રવાતની અસર જાેવા મળી શકે છે. આ ચક્રવાત ઓમાન અથવા પાકિસ્તાન તરફ જઈ શકે છે.આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ ચક્રવાતની વધુ અસર જાેવા મળશે. ભાવનગરથી પોરબંદર અને કચ્છના દરિયા કિનારે આ ચક્રવાતની અસર થશે. આ ચક્રવાતના કારણે ચોમાસુ થોડું મોડું બેસી શકે છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *