Maharashtra

‘વર પધરાવો સાવધાન’ ૦૭મી જુલાઈએ ગુજરાતી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે

મુંબઈ
‘વર પધરાવો સાવધાન’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે ઇતિહાસ સર્જવા તૈયાર છે. આ પ્રથમ એવી ગુજરાતી ફિલ્મ છે જે ૦૭મી જુલાઈએ ગુજરાતી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ રિલીઝ થવાની છે. નિર્માતા શૈલેષ ધામેલીયાની આગામી બહુચર્ચિત ફિલ્મનું શીર્ષક છે ‘વર પધરાવો સાવધાન’ એટલે જરા મોટેથી બોલાઈ ગયું ‘સાવધાન’ ફિલ્મનું શીર્ષક જ ઘણું બધું કહી જાય છે. શીર્ષક પરથી વાર્તા શું હશે તેનું અનુમાન લગાવી શકાય. લગ્ન બાદ કન્યા વિદાયની પ્રથાથી વિપરીત અહીં વર વિદાયની વાત છે. લગ્ન મંડપમાં ગોરદાદાને ‘કન્યા પધરાવો સાવધાન’ બોલતા તો આપણે સૌએ સાંભળ્યા છે, પણ આ ફિલ્મમાં ‘વર પધરાવો સાવધાન’ બોલતા જાેવા મળશે. ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે અને તેમાં સોશિયલ મેસેજ પણ જાેવા મળી શકશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦ની એક માત્ર ગુજરાતી સફળ ફિલ્મ ‘કેમ છો?’ ના મેકર્સ દ્વારા ‘વર પધરાવો સાવધાન’ આજથી એટલે ૦૭મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ‘વર પધરાવો સાવધાન’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે ઇતિહાસ સર્જવા તૈયાર છે. આ પ્રથમ એવી ગુજરાતી ફિલ્મ છે જે ૦૭મી જુલાઈએ ગુજરાતી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ રિલીઝ થવાની છે. વાહ! ગઝબ છેને ! સાઉથની સુપરહિટ ફિલ્મ ‘વિક્રાંત રોના’ના મેકર્સ ‘શાલિની આર્ટ્‌સ’ દ્વારા ‘વર પધરાવો સાવધાન’ કન્નડ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખુબ જ ગૌરવ લેવા જેવી વાત છે. ફિલ્મ ‘વર પધરાવો સાવધાન’ ૦૭મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા છે શૈલેષ ધામેલીયા, અનિલ સંઘવી’ અને ભરત મિસ્ત્રી. ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે વિપુલ શર્મા. ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા જાેવા મળશે. સાથે સાથે રાગી જાની અને કામિની પંચાલ, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી, પ્રશાંત બારોટ, કૃણાલ ભટ્ટ, રિધમ રાજ્યગુરુ, રિષભ ઠાકોર, અંશુ જાેશી તથા માનસી ઓઝા પણ જાેવા મળશે. આ ફિલ્મનું મ્યુઝિક રાહુલ પ્રજાપતિએ આપ્યું છે અને આદિત્ય ગઢવી, સાંત્વની તથા જીગરદાન ગઢવી જેવા દિગ્ગજ ગાયકોએ આ ફિલ્મના ગીતોમાં પોતાનો સ્વર આપ્યો છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *