Delhi

યુએઇ સામેની વન-ડે સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝનો ૭૮ રનથી હરાવીને સફળ વિજય

નવીદિલ્હી
પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝે મંગળવારે રાત્રે અહીં રમાયેલી બીજી વન-ડે ક્રિકેટ મેચમાં યુનાઇટેડ આરબ અમિરાતને ૭૮ રનથી હરાવીને ત્રણ મેચની વન-ડે સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. આમ શાઈ હોપ કેપ્ટન તરીકે તથા ડેરેન સેમ્મી કોચ તરીકે તેમની પ્રથમ સિરીઝમાં સફળ રહ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં ૪૯.૫ ઓવરમાં ૩૦૬ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં અમિરાતની ટીમ તેની ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૨૮ રન કરી શકી હતી. વેસ્ટ ઇન્ડિઝના જ્હોન્સન ચાર્લ્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તેણે ૪૭ બોલમાં ત્રણ સિક્સર સાથે ૬૩ રન ફટકાર્યા હતા તો ઓપનર બ્રેન્ડન કિંગે ચાર સિક્સર સાથે ૬૪ રન ફટકાર્યા હતા. ચાર્લ્સ અને કિંગે મળીને વેસ્ટ ઇન્ડિઝને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. બંનેએ ઝડપી બેટિંગ કરીને ૧૨૯ રનની ભાગીદારી નોંધાવી હતી. ૧૭મી ઓવરમાં અલી નાસિરની બોલિંગમાં કિંગ આઉટ થયો હતો. આ બંને ઉપરાંત કેસી કાર્ટીએ ૩૨, શાઈ હોપે ૨૩ અને કેવમ હોજે ૨૬ રનનું યોગદાન આપીને ટીમનો સ્કોર ૩૦૦ ઉપર પહોંચાડવામાં મદદ કરી હતી. યુનાઇટેડ આરબ અમિરાતે ઉપરા ઉપરી વિકેટો ગુમાવી હતી. ગૃહટીમે ચોથી અને નવમી ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ ૧૪મી ઓવરમાં તેનો સ્કોર ૫૨ રનમાં ત્રણ વિકેટ થઈ ગયો હતો.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *