Gujarat

સમાપન સમારોહમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી શિવરાજસિંહ ગોહિલે આપ્યું પ્રેરક માર્ગદર્શન

જૂનાગઢના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં ખડક બેઝિક ચઢાણ કોર્સની મહારાષ્ટ્ર, તેલંગાણા સહિત ગુજરાતના ૪૪ જેટલા તાલીમાર્થીઓનો તાલીમ પૂર્ણ કરી છે.  જેનો પ્રમાણપત્ર વિતરણ અને સમાપન સમારોહ નાયબ પોલીસ અધિક્ષક શ્રી શિવરાજસિંહ ગોહિલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

યુવાનોને સાહસના ક્ષેત્રે અગ્રેસર કરવા અને શારીરિક અને માનસિક રીતે કોઈ પણ સંજોગોમાં અડગ રહે તેવા આશાય સાથે શિબિર યોજવામાં આવી હતી. મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ગુજરાત ભરના વિવિધ ૧૪ જિલ્લાના ૪૪ જેટલા ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. સફળતા પૂર્વક શિબિર પૂર્ણ કરનાર શિબિરાર્થીઓ હવે માઉન્ટ આબુ ખાતે એડવાન્સ કૉર્સ માટે જઈ શકશે.

સમાપન કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક  શિવરાજસિંહ ગોહિલે કહ્યું કે,  સામાન્ય જીવન તો બધા જીવતા હોઈ છે પરંતુ ખાસ વિશિષ્ટ જીવન માટે પ્રયત્ન કરવો જોઈએ. તેના માટે ગમતી પ્રવુતિઓ કરવી જોઈએ, તેમાં પોતાની શ્રેષ્ઠ આપવું જોઈએ, જે પછી વાંચન સ્વરૂપે હોઈ કે સાહસિક કાર્ય હોઈ,  કારકિર્દીમાં આગળ વધવા માટે ભાષાઓનું ખુબજ મહત્વ રહેલું છે. તેમ જણાવાત તેમણે પોલીસ વિભાગમાં સેવા માટે જોડાવવા માટે અનુરોધ કર્યો હતો.

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કૉર્સના શિબિરાર્થીઓને નાયબ પોલીસ અધિક્ષક શિવરાજસિંહ એન ગોહિલના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

નાયબ પોલીસ અધિક્ષક શિવરાજસિંહ ગોહિલ,  ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ,  માનદ ઇન્સ્ટ્રક્ટર અખિલ ઠાકર, કલ્પેશ બારૈયા, રામ ચંદ્રવડીયા, સુમિત સોમૈયા , હસમુખ વેગડ , યશ મણિયારના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતા.

આ કાર્યક્રમનું સંચાલન સેજલ શોભાવત, દિવ્યા પરમારે કર્યું હતું. મહારાષ્ટ્રના પ્રશાદ શિગવાન, મહારાષ્ટ્ર, તેલંગાણાના વેનેલા બેનોટ, ગુજરતની વિશ્વા ગોંડલિયાએ શિબિરના અનુભવો વ્યક્ત કર્યાં હતા. તેમણે ડર દૂર થવો, નિયમિતતા આવવી, સાહસિક થવું, પ્રકૃતિના સરંક્ષણની સાથે માણવી, ખડક ચઢાણના કૌશલ્યો શીખ્યા હોવાનું જણાવ્યું હતુ.

ખડક ચઢાણ બેઝિક કોર્સમાં ભાગ લઈ ટ્રેકીંગ,  પી.ટી.તાલીમ, રોક ક્લાઈમીંગ  – રેપલીંગ,  રોપ નોટ, કોઈલ  તથા રોક ફોરમેશન, ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટ, પર્યાવરણ સંરક્ષણ જાગૃતતા, સફાઈ અભીયાનની વિવિધ તાલીમ માનદ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા આપવામાં આવી હતી.

yog-keshod-6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *