સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લા
રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા 'સાંસદ યોગ સ્પર્ધા' યોજાશે.
ઉકત સ્પર્ધામાં ભાગ લેવા માટે ઇચ્છુક વ્યક્તિઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,
અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ખાતેથી સ્પર્ધાના અરજી પત્રક મેળવીને આગામી તા. 13 જૂન સુધીમાં પરત જમા
કરાવવાના રહેશે.
આ અંગે, વધુ વિગતો મેળવવા માટે જિલ્લા રમત વિકાસ કચેરીના કર્મચારી શ્રી મયુર (મો. નં. 9428720707) અને શ્રી
વિજયસિંહજી (મો. નં. 8200076724) નો સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા કે. મદ્રાની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.
