જામનગર જિલ્લા કક્ષાની ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્ક ફોર્સની બેઠક જિલ્લા પંચાયતના
સભાખંડમાં યોજાઈ હતી. બેઠકમાં સમિતિના સદસ્યો સાથે હિટ વેવ, લોક જાગૃતિ માટેના કાર્યક્રમ, વૃક્ષારોપણ વધારવું, તેમજ
રોગચાળા નિયંત્રણ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. હારુન ભાયાએ જણાવ્યું હતું કે, હીટવેવ દરમિયાન લોકોના આરોગ્ય- સુખાકારી માટે
શું કરવું, શું ધ્યાન રાખવું તેમજ અગમચેતીના પગલાં દર્શાવતી માર્ગદર્શિકા જાહેર કરવી, આરોગ્યલક્ષી સેવાનું દરરોજ રિપોર્ટીંગ
કરવું, હીટવેવનું તાલુકા વાઈઝ રિપોર્ટિંગ કરવું, લોકોને હીટવેવથી બચવા માટેના પગલાંની પુસ્તિકાનું વિતરણ, તેમજ એર
ક્વોલિટી ઇન્ડેક્સની અમલવારી પર પૂરતું ધ્યાન અપાયું છે.
તેમણે આગળ જણાવ્યું કે, જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો તેમજ અન્ય સરકારી મકાનોમાં સોલાર રૂફટોપથી સુસજજ કરવાની પ્રકિયા
થઈ રહી છે. આ ઉપરાંત, તમામ તાલુકા કક્ષાએ 5 સીતાફળ અને 5 સરગવાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેના ફળનો
ઉપયોગ આંગણવાડીના બાળકોના ભોજન બનાવવામાં કરવામાં આવશે.
બેઠકમાં પશુપાલન અધિકારી શ્રી ડો. તેજસ શુક્લ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગોહિલ, આરોગ્ય પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર શ્રી
યજ્ઞેશ ખારેચા, ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર શ્રી ડો. સંજય રાઠોડ, જી. જી. હોસ્પીટલના રેસિડન્ટ મેડિકલ ઓફિસર
શ્રી ડો. પી. આર. સક્સેના, તેમજ અન્ય અધિકારીગણ હાજર રહ્યા હતા.
૦૦૦૦૦૦


