Gujarat

“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” સ્વચ્છ સાવરકુંડલા તાલુકા સ્વચ્છ ગ્રામ પંચાયત.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————ગતરોજ સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાકક્ષાના ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ખરીદી કરેલ.  ગ્રામ પંચાયતની સુવિધા માટે સ્વચ્છતા અભિયાય જળવાય રહે ગામડામાં ગ્રામ પંચાયત દ્વારા હોમ ટુ હોમ ઘનકચરા કલેક્શન માટે ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર જનસેવા માટે સાવરકુંડલા તાલુકાની ગ્રામ પંચાયતને આ યોજના અંતર્ગત ફાળવણી કરવા આવેલ હતી.
 ચરખડિયા, કરજાળા, જૂનાસાવર, મઢડા, વિજપડી, વંડા, આંબરડી અને ઘોબા ગામને ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર મળતાની સાથે ગ્રામ પંચાયતને સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.આ કાર્યક્રમમાં નારણભાઈ કાછડીયા સાંસદ મહેશભાઈ કસવાલા ધારાસભ્ય તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત વિવિધ અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ લલિતભાઈ બાળધા, વિજયભાઈ ચાવડા ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત વિવિધ સમિતિનાં ચેરમેન, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સાવરકુંડલા તાલુકા ભાજપ મંડળનાં તમામ પદાધિકારીઓ.તમામ ગ્રામનાં સરપંચ તેમજ ગ્રામ્ય કક્ષાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. એમ સાવરકુંડલા તાલુકા ભાજપ સોશિયલ મીડિયા અખબારી યાદીમાં જણાવેલ છે.

IMG-20230609-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *