Gujarat

સુરતના આર્ટિસ્ટે રીયલ ગોલ્ડ જરીથી PM દીની તસવીર બનાવી

સુરત
આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો પાસે તેમની અનેક તસવીરો અને પોર્ટેટ છે, પરંતુ સુરતના એક આર્ટિસ્ટ દ્વારા જે તેમની પોર્ટેટ તૈયાર કરવામાં આવ્યું છે તે ખૂબ જ અલગ અને અનોખું છે. કારણ કે આ પોર્ટેટ સુરતની ઓળખ જરી ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોર્ટ્રેટમાં ગોલ્ડ જરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ પૂર્ણ થતા સુરતના આર્ટિસ્ટ વિપુલભાઈ દ્વારા આ ખાસ પોટ્રેટ ટ્રીબ્યુટ તરીકે તૈયાર કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ,જેને લઈ દેશભરમાં ભાજપાના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ સુરતના આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ જેપીવાલાએ ખાસ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. આ રીયલ ગોલ્ડ જરીથી પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે. પોર્ટેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર છે. દરેક તસવીરમાં ૧૦ થી ૧૨ ગ્રામ ગોલ્ડ જરી વાપરવામાં આવ્યું છે. વર્ષો પહેલા રીયલ ગોલ્ડ જરી રાજા રજવાડાઓ પોતાના પરિધાનમાં વાપરતા હતા. ગોલ્ડ જરી ખાસ કરીને સાડી અને ડ્રેસ પર વાપરવામાં આવતી હતી ,પરંતુ ધીમે ધીમે આ પરંપરા ઓછી થઈ ગઈ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો અને તેમના પ્રોજેક્ટોથી પ્રભાવિત થઈ સુરતના વિપુલભાઈએ કેટલાક પોટ્રેટ તૈયાર કર્યા છે જે ખૂબ જ આકર્ષક લાગે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ દરમિયાન અને એક ર્નિણયો અને પ્રોજેક્ટ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેઓ પોતે જ્યારે ગુજરાત આવે છે તો ખાસ કરીને ગુજરાતીઓ ગૌરવની લાગણી અનુભવે છે. આ જ કારણ છે કે ગુજરાતી હોવાના કારણે વિપુલભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવ વર્ષને બિરદાવવા માટે આ ખાસ ગોલ્ડ જરીથી તેમની તસવીર બનાવી છે. જ્યારે ધ્યાનથી આ તસ્વીરને જાેવામાં આવે તો પીએમ મોદીની તસવીર સોનાની ચમકથી ઝળહળી ઊઠે છે. આ પોર્ટ્રેટ ખાસ આ માટે પણ છે કારણ કે હાલ કોઈ પણ ગોલ્ડ જરીનો વપરાશ હાલ લોકો સાડી અને ડ્રેસ પર નહીંવત કરે છે. વિપુલભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા વોકલ ફોર લોકલની વાત કરતા આવ્યાં છે. તેમના કાર્યકાળને નવ વર્ષ થતાં અમે આ ખાસ ગોલ્ડ જરીમાં પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. એમને ટ્રીબ્યુટ આપવા માટે તેમની આ તસવીર તૈયાર કરી છે કારણ કે જરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે તેઓએ અનેક કાર્યો કર્યા છે. આ અગાઉ ગોલ્ડ ઝરી સાડી અને ડ્રેસમાં વપરાતી હતી. ગોલ્ડ જરીની કિંમત આઠ હજાર પ્રતિ કિલો હોય છે. આ તસ્વીરમાં ૧૦ થી ૧૨ ગ્રામ ગોલ્ડ જરી ઉપયોગમાં લેવાય છે. તસવીર બનાવવામાં ૫ થી ૭ દિવસ લાગ્યા છે ખાસ ૨૩.૫ કેરેટ ગોલ્ડની જ જરી હોય છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *