Maharashtra

મુંબઈના ડોંગરી વિસ્તારમાંથી કરોડોનું ડ્‌ર્ગ્સ ઝડપાયું

મુંબઈ
ડોંગરીનું નામ મુંબઈ અંડરવર્લ્ડ સાથે જાેડાયેલી જાણકારી રાખનાર દેરક વ્યક્તિ જાણે છે. આ એ જ વિસ્તાર છે જ્યાં દાઉદ ઈબ્રાહિમ કાસકર મોટો થઈને અંડરવર્લ્ડનો બાદશાહ બનીને દુબઈ ગયો હતો અને ત્યાંથી કરાચી ગયો હતો. મુંબઈ એનસીબીએ આ જ ડોંગરી વિસ્તારમાંથી ૫૦ કરોડનું ડ્રગ્સ રિકવર કર્યું છે. ગત વખતે જ્યારે અહીંથી ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ પકડાયું હતું, ત્યારે દાઉદ ઈબ્રાહિમની ડી કંપની સાથે તેની લિંક સામે આવી હતી. આ વખતે પણ આ ડ્રગ્સ રેકેટ પાછળ ડી ગેંગ છે? એનસીબીના અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. ડોંગરીમાં દ્ગઝ્રમ્ના દરોડાની આ કાર્યવાહી છેલ્લા કેટલાક સમયથી સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. આ કાર્યવાહીમાં ૪૫ થી ૫૦ કરોડની કિંમતનું ૨૦ કિલો એમડી ડ્રગ્સ, ૧ કરોડ ૧૦ લાખ રૂપિયા રોકડા અને સોનાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં દ્ગઝ્રઁએ કુલ ૩ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.આ સમગ્ર રેકેટની માસ્ટરમાઈન્ડ મહિલા આરોપી હોવાનું મનાય છે. આરોપી મહિલાનું નામ એએ શેખ છે. આ કાર્યવાહી દ્ગઝ્રમ્ ઝોનલ ડાયરેક્ટર અમિત ઘાવટેના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી છે. અમિત ઘાવટેએ આપેલી માહિતી મુજબ આ પાછળ કોઈ મોટી સિન્ડિકેટ હોવાની શક્યતા છે. આ ટીમના કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે.એનસીબીને શંકા છે કે પકડાયેલા આરોપીઓ લાંબા સમયથી આ કામો કરી રહ્યા છે. તેમની સાથે બીજા કેટલા લોકો સંકળાયેલા છે. શું તેની પાછળ ડી કંપનીનો હાથ છે, આ તમામ બાબતોની માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે. અત્યાર સુધીની પૂછપરછમાં મુંબઈનું અંડરવર્લ્ડ કનેક્શન સામે આવ્યું નથી. હાલમાં પૂછપરછ ચાલુ છે. સ્સ્ઇ પ્રદેશમાં આ તમામ ડ્રગ્સના જથ્થાની સપ્લાઈ થઈ રહી હતી.મુંબઈના ડોંગરીમાં, મુંબઈ પોલીસ અને દ્ગઝ્રમ્ દ્વારા ડ્રગ્સને લઈને ઘણી વખત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આટલું મોટું કન્સાઈનમેન્ટ છેલ્લા કેટલાક સમયથી ઝડપાયું ન હતું. ફરી એકવાર ડી ગેંગ મુંબઈમાં મોટા પાયે ડ્રગ્સનો ધંધો ફેલાવી રહી છે? સવાલનો જવાબ શોધવામાં આવી રહ્યો છે.

Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *