Gujarat

સગર્ભા બહેનો અને સિનિયર સિટીઝનની વિશેષ કાળજી રાખીએ: મંત્રીશ્રી

રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ માંગરોળ મામલતદાર કચેરી ખાતે દરિયાકાંઠાના ગામોના સરપંચો અને અધિકારીઓ સાથે બેઠક યોજી, વાવાઝોડાના રાહત બચાવની કામગીરી માટે જરૂરી પરમાર્ષની સાથે માર્ગદર્શન આપ્યું હતું.

   મંત્રીશ્રીએ સરપંચો અને આગેવાનોની રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટે જરૂરી નિર્દેશ આપ્યા હતા. ખાસ કરીને ગામડાઓમાં વીજ પુરવઠો જળવાઈ રહે અને ભારે પવન કે વીજ લાઈનને અસર થવાની સ્થિતિમાં ત્વરિત કામગીરી હાથ ધરવા માટે જણાવ્યું હતું.ઉપરાંત લોકોના જાન માલ ને નુકસાન ન થાય તે માટે આગોતરા આયોજન કરવા અને જરૂરી અન્ય તકેદારી લેવા માટે ગ્રામ આગેવાનોને ભારપૂર્વક જણાવ્યું હતું.

     વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમજ માલ ઢોરને હાની ન થાય તે માટે સુરક્ષિત અને યોગ્ય જગ્યાએ રાખવા માટે પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

    સેન્ટર હોમમાં પણ જરૂરી સુવિધાઓ, માર્ગ પર ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, સગર્ભા બહેનો અને સીનીયર સીટીઝન વિશેષ કાળજી લેવા ઉપરાંત આ આફતમાં સંઘર્ષમાં ઊતર્યા વગર એક સાથે મળીને કામ કરવા માટે આગળ આવવા માટે પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલે પણ જરૂરી સૂચનો કર્યા હતા.

    આ તકે ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ ખટારીયા, પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સહિત સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

mangrol-sarpanch-adhikario-sathe-meeting-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *