Gujarat

લીલીયા મોટા મામલતદાર કચેરી ખાતે ગૌચર ની જમીન પર નું  દબાણ દૂર કરવા બાબતે માલધારી સમાજ કણકોટ દ્વારા આવેદન અપાયું  

ગુજરાતના પંચાયત અધિનિયમ ની કલમ ૧૦૫ અન્વય ગૌચર ખુલ્લુ કરી આપવા બાબતે કાયદેસર કાર્યવાહી કરી ન્યાય આપવા બાબતે માલધારી સમાજ કણકોટ દ્વારા આવેદન પત્ર મામલતદાર રાદડીયા ને આપવા માં આવેલ આવેદન માં જણાવેલ કે ઉપરોક્ત વિષય અર્તગત તથા સદર્ભ જણાવવાનુ કે, અમો આજ રોજ અમરેલી જીલ્લાના લીલીયા તાલુકા ના માલધારી સમાજ ના લોકો દ્વારા સામુહીક આવેદન રૂપે અમારી રજુઆત સાથે નીચે મુજબની
માંગણી છે. કે આપ સાહેબને જણાવવાનું કે લીલીયા તાલુકા ના મોટા કણકોટ સિમતળ મા આવેલ શ્રી સરકાર ૨.સર્વે નં.૨૧૭/૧ તથા ૨૬૦/૩,૨૭૦/૧ અ પૈકી ૧ તેમજ ૨૭૦/૧ પૈકી ૧ ની ગૌચરમાટે આવેલ છે જે જમીન ઉપર મોટા કણકોટ ગામના લાગુ પડતા સર્વે નંબર વાળા (ખેતર) વાળાઓએ તે ગૌચર જમીન મા દબાણ કરેલ હોય અને પડતર ગૌચરની જમીન પોત પોતાની આવેલ મા ભેળવેલ છે. તેમજ અમોએ ગ્રામ પંચાયત કચેરી  મોટા કણકોટ તથા મામલતદાર સાહેબ લીલીયા તથા તાલુકા વિકાસ અધિકારી લીલીયા તેમજ અમરેલી ક્લેકટર સાહેબ સહિત ગોચર દબાણ દુર કરવા માટે ને લગતી તમામ કચેરીમા અમોએ લેખીક(અરજી) તથા મૌખિક અવાર નવાર જાણ કરેલ છે. તેમ છતા અમારા આ પ્રશ્ન નુ નિરાકરણ કરવામા આવેલ નથી. તેમ છતા હજી સુધી કોઈ પણ પ્રકારના પગલા લેવામા આવેલા નથી.
ઉપરોક્ત વિષય અર્તગત તેમજ અમારા લીલીયા તાલુકા  ના તમામ માલધારી સમાજ દ્વારા લેવામા આવેલ નિર્ણય કે માલધારી સમાજ એક સાથે મળીને અમારા પશુઓની ચરણ માટે તથા અમારા ગરીબ લોકો ઘર ગુજરાન ચલાવતા જે અમારા પશુઓની માટે નુ જે ચરણ એટલે અમારા ગૌચરની જમીન ગળી ગયેલ હોય જેથી અમો માલધારી સમાજ દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૩ ના રોજ સવારના ૧૦ વાગ્યે તમામ માલધારી તથા અમારા પશુઓ સાથે લીલીયા મામલતદાર કચેરી મા ઉપવાસ આંદોલન મા બેસવાના હતા જે અમારા માલધારી સમાજ દ્વારા લેવાયેલ નિર્ણય હાલ અમો સરકાર ની ગાઈડ લાઈન તથા અમારા માલધારી સમાજ ના વડીલો દ્વારા નિર્ણય લેવામા આવેલો છે.કે વાતાવરણ ને ઘ્યાનમા લઈને કોઈ ને અડચણ ઉભી ન થાય તે માટે માત્ર માલધારી સમાજ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામા આવે છે.તાત્કાલીક ધોરણે લીલીયા તાલુકાનામોટા કણકોટ ગામમા આવેલ સીમતળનુ ગૌચર ખુલ્લુ કરવા માટે તથા અમારા મુંગા પશુઓ ના ખોરાક માટે ગૌચર ખુલ્લુ કરવામા આવે તેમજ આવેદન ને લગતા પગલા લેવામા નહી આવે તો આવનાર સમય દરમિયાન તા.૧૯/૦૬/૨૦૨૩ ના રોજ અમો માલધારી સમાજ ના ભાઈઓ બહેનો તથા અમારા માલઢોર પશુઓ સહીત શ્રી મામલતદાર કચેરી લીલીયા ના કંપાઉડમા સવારે ૯ વાગ્યે થી અચોકકસ મુદત સુધી ઉપવાસ આંદોલન ઉપર બેસી જશું  ત્યારે આજ રોજ માલધારી સમાજ દ્વારા ગોચર ની જમીન ખુલ્લી કરાવી આપવા મામલતદાર રાદડીયા ને આવેદન પત્ર આપવા માં આવેલ આ તકે બહાદુરભાઈ બેરા વાલજી ભાઈ ભરવાડ સુખા ભાઈ જોગરાણા જગાભાઈ આહીર રાહુલભાઈ સાનિયા ભુપતભાઈ ભરવાડ સહિત ના માલધારી સમાજ ના આગેવાનો યુવાનો દ્વારા મામલતદાર કચેરી એ આવેદન પત્ર પાઠવવા માં આવેલ  તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230612-WA0078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *