*રાજસ્થાન અને ગુજરાતની કુલ 12 ટીમો એ ભાગ લીધો*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યામાં સર્વે સમાજ અને સર્વે જ્ઞાતિના લોકો વસી રહ્યા છે અને વાર તહેવારે સમાજના સંમેલનનો અને સ્નેહમિલનો વર્ષ દરમિયાન અંબાજી ખાતે સમાજના વિવિધ કાર્યક્રમો થતા હોય છે
આજરોજ અંબાજી ખાતે સરગરા સમાજના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાન અને ગુજરાતની કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો જેમાં અંબાજી આબુરોડ પાલનપુર સિરોહી પિંડવાડા જેવી વિવિધ ગામોની ટીમો અંબાજી જીએમડીસી ખાતે રમનારી ટુર્નામેન્ટમાં પોતાનું ખેલ બતાવશે અને વિજેતા ટીમને 11,000 રોકડ રકમ અને ઉપવિજેતા ટીમને 51 સો રૂપિયા રોકડ રકમ અને ટ્રોફી આપવામાં આવશે
અંબાજી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનું કરવાનું મુખ્ય હેતુ સમાજના યુવાનો એક જૂથ થાય અને સરગરા સમાજના યુવાનોમાં ભાઈચારો વધે અને સંગઠનમાં શક્તિ છે એ ભાગરૂપે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજી આવનાર દરેક ટીમને સરગરા સમાજ અંબાજીના યુવાનો દ્વારા ટોફી આપવામાં આવશે તથા ભોજન ની પણ વ્યવસ્થા અંબાજી ખાતે કરવામાં આવી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


