નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે કેન્દ્રમાં ૯ વર્ષ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન ઘણા કેન્દ્રીય મંત્રીઓ આખા દેશના પ્રવાસે ગયા છે અને આ દરમિયાન તેઓ મોદી સરકાર દ્વારા છેલ્લા ૯ વર્ષમાં કરેલા કામો વિશે જણાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના બારગઢ પહોંચી ગયા છે. અહીં તેમણે બાયો રિફાઈનરીને હરિયાળી વૃદ્ધિ અને ટકાઉ વિકાસનું પ્રતીક ગણાવ્યું છે. પ્રધાને સમગ્ર રિફાઈનરીની મુલાકાત લીધી હતી. તેમણે અહીં હાજર એન્જિનિયરો સાથે પણ વાતચીત કરી છે. પ્રધાન અહીં વિકાસ તીર્થ યાત્રા (ઈંફૈાટ્ઠજ્ીીિંર) દરમિયાન પહોંચ્યા હતા, જે ૯ વર્ષની સેવા (ઈં૯રૂીટ્ઠજિર્ંકજીીદૃટ્ઠ) દરમિયાન કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે સમગ્ર રિફાઈનરીના કામગીરીનો રિપોર્ટ નિહાળ્યો હતો, અને વિકાસના માઈલસ્ટોન વિશે પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન પ્રધાને કહ્યું કે બાયો-રિફાઇનરી સતત પ્રગતિ કરી રહી છે અને આશા વ્યક્ત કરી કે તે ટૂંક સમયમાં કાર્યરત થશે. પ્રધાને કહ્યું કે બારગઢ ૨જી બાયો-રિફાઇનરી અર્થતંત્રને મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે આ રિફાઈનરીની મદદથી વેસ્ટ ટુ વેલ્થ બનાવવાની પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવશે. તેનાથી ખેડૂતોની આવક અને કલ્યાણમાં વધારો થશે. તે રિફાઇનરી સેક્ટરમાં રોજગાર પણ આપશે. પ્રધાને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ તે ઓડિશાને સમૃદ્ધિ અને આર્ત્મનિભરતા તરફ દોરી જશે. ગ્રીન ગ્રોથને ધ્યાનમાં રાખીને ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં બાયો રિફાઇનરીઓ શરૂ કરવામાં આવનાર છે. સ્થાનિક યુવાનોને આ બાયોરિફાઇનરીઓ સાથે જાેડવા માટે પ્રાદેશિક સરકારી ૈં્ૈંજમાં ઇથેનોલ એન્જિનિયરિંગ, અર્થશાસ્ત્ર અને તકનીકી અભ્યાસક્રમો અને મોડ્યુલ ડિઝાઇન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ માટે પ્રાદેશિક સ્તરે કુશળ માનવબળની જરૂર પડશે.