પોરબંદર
ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજાેય વાવાઝોડાનો ખતરો વધ્યો છે. ૧૪ અને ૧૫ તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપરજાેય વાવાઝોડાને પગલે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી હતી. ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યો માટે કેન્દ્રની એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.એડવાઇઝરીમાં વાવાઝોડાના પગલે ૧૪ જૂને સવારે સૌરાષ્ટ્ર અને કચ્છને ક્રોસ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાવાઝોડાને પગલે દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આશંકા છે. એડવાઇઝરીમાં કચ્છમાં નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ જવાની આશંકા વ્યક્ત કરાઇ છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજાેય વાવાઝોડું ૫ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં ૩૨૦ કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં ૪૦૦ કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં ૪૯૦ કિ.મી દૂર છે.હવામાન વિભાગના મતે ૧૫ જૂને બિપરજાેય વાવાઝોડુ કચ્છના માંડવી પાસે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. દરમિયાન પવનની ગતિ ૧૨૫થી ૧૩૫ કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડાની સૌથી વધુ અસર સમગ્ર કચ્છ જિલ્લામાં થશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વાવાઝોડાની વિનાશક અસર થશે. જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જાેવા મળશે. બિપરજાેય વાવાઝોડુ ૧૫ જૂને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. વાવાઝોડુ લેન્ડ ફોલ થશે ત્યારે તે વિસ્તારમાં ૧૨૫ થી ૧૩૫ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, દ્વારકા અને જામનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. ભારે પવન, વીજળી સાથે અતિ ભારે વરસાદ પડશે. ૧૪ અને ૧૫ તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવનથી વૃક્ષો પડવાની શક્યતા હોવાથી પ્રભાવિત વિસ્તારના લોકોએ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે. આ સાથે જ ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાને પગલે પોરબંદર-ઓખાથી ૧,૨૫૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, કચ્છમાં દ્ગડ્ઢઇહ્લની ટીમ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ, જામનગરમાં પણ દ્ગડ્ઢઇહ્લની ટીમ તૈનાત કરાઇ હતી. જીડ્ઢઇહ્લની ૧૭ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને લઈને ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરાઇ રહ્યું છે.
