National

નરેન્દ્ર મોદી બાદ કોણ દેશના નવા પ્રધાનમંત્રી?

ચેન્નાઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૨૦૨૪ની ચૂંટણી પહેલા મોટો દાવ રમ્યો છે. દક્ષિણના રાજ્યોમાં સતત હાર બાદ અમિત શાહે તમિલ પીએમની વકીલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ ચેન્નાઈમાં ભાજપના કાર્યકર્તાઓની બંધ બારણે બેઠકમાં અમિત શાહે કહ્યું, “અમે તમિલનાડુના બે સંભવિત વડાપ્રધાન કામરાજ અને મૂપનારની તક ગુમાવી દીધી છે. તેમના વડાપ્રધાન ન બની શકવા માટે ડ્ઢસ્દ્ભ જવાબદાર છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું કે ગરીબ પરિવારમાંથી એક તમિલ ભારતનો વડાપ્રધાન બનવો જાેઈએ. પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં તમિલનાડુના બે દિવસીય પ્રવાસ પર આવેલા અમિત શાહ ચેન્નાઈમાં પાર્ટીના કાર્યકર્તાઓની બંધ બારણે બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.ડીએમકે અને તેના દિવંગત વડા એમ. કરુણાનિધિ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તમિલનાડુના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ જેમ કે કે. કામરાજ અને જી.કે. મૂપનારમાં વડા પ્રધાન બનવાની સંભાવના હતી, પરંતુ કરુણાનિધિએ તેમની તકોને નિષ્ફળ બનાવી દીધી.તમિલ વડાપ્રધાનની માંગને અમિત શાહ દ્વારા ડીએસકેને ઘેરી લેવાના પગલા તરીકે જાેવામાં આવે છે, જેણે કહ્યું છે કે તે તમિલનાડુની તમામ ૩૯ લોકસભા બેઠકો અને પુડુચેરીમાં એકમાત્ર જીતશે. શાહની ‘તમિલ પ્રાઇમ મિનિસ્ટર’ ટિપ્પણીને તમિલનાડુ સુધી ભાજપની પહોંચ માટે પૃષ્ઠભૂમિ સેટ કરવાના પ્રયાસ તરીકે જાેવામાં આવી રહી છે, કારણ કે તિરુવદુથુરાઇ અધાનમનું સેંગોલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે નવી સંસદની ઇમારતની અંદર સ્થાપિત કર્યું હતું.તમિલનાડુ પ્રવાસમાં તમિલ સ્વાભિમાનનો હુંકાર કર્યા બાદ અમિત શાહે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં જાહેરસભા યોજીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “યુપીએ સરકારે તેના ૧૦ વર્ષમાં ૧૨ લાખ કરોડનું કૌભાંડ કર્યું હતું. અત્યાર સુધી મોદીજીની ૯ વર્ષની સરકાર પર એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. યુપીએ સરકાર દરમિયાન ‘આલિયા, માલિયા જમાલિયા’ ‘ પાકિસ્તાનથી અહીં ઘૂસીને બોમ્બ વિસ્ફોટ કરતા હતા. મનમોહન સરકારમાં તેમની સામે કંઈ કરવાની હિંમત નહોતી. આ નવ વર્ષમાં પીએમ મોદીની સરકારે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ કર્યું.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *