National

“સ્ટાલિનજી કાન ખોલીને સાંભળી લો” અમારી સરકારે તમિળનાડુને રૂપિયા ૨ લાખ ૪૭ હજાર કરોડ આપ્યાઃ અમિત શાહ

ચેન્નાઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુના પ્રવાસે છે. અહીં વેલ્લોરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે રાજ્યની ડીએમકે-કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. ગૃહમંત્રીએ તમિલનાડુમાં ૧૦ વર્ષ સુધી કોંગ્રેસ-ડીએમકેની સરકાર હતી. તે દરમિયાન ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડોમાં સંડોવાયેલી હોવાની અને ડ્ઢસ્દ્ભના કારણે દેશને કોઈ તમિળ વડાપ્રધાન ના મળવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. અમિત શાહે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના નિવેદન પર વળતો જવાબ આપતા કહ્યું કે, એમકે સ્ટાલિને મને પૂછ્યું હતું કે, અમારી સરકારે ૯ વર્ષમાં તમિલનાડુને શું આપ્યું? તો સ્ટાલિનજી કાન ખોલીને સાંભળી લે, કે તમિલનાડુને માત્ર ૯૦ હજાર કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી હતી અને તે પણ ત્યારે જ્યારે તમે જ કોંગ્રેસની સરકારમાં શામેલ હતા. જ્યારે મોદી સરકારના કાર્યકાળમાં તમિળનાડુને રૂપિયા ૨ લાખ ૪૭ હજાર કરોડ આપવામાં આવ્યા છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *