બિપરજોઈ વાવાઝોડાની અસર થવાની સંભાવનાને પગલે જૂનાગઢ જિલ્લામાં તા.૧૪ જુન અને ૧૫ જૂન,૨૦૨૩ના રોજ જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બે દિવસીય રજા વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે. આ રજાના દિવસ દરમિયાન શાળાના આચાર્ય, સહિત સમગ્ર સ્ટાફે હાજર રહેવાનું રહેશે અને તેમણે હેડ કવાર્ટર છોડવું નહીં, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.
