Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ મા સરપંચ અને તલાટીએ ઉપસ્થિત રહી ઝુંપડા વિસ્તાર મા રહેતા લોકો નુ સરકારી શાળા મા સ્થળાતર કરાયું

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ખાતે
વાવાઝોડાંના પગલે 100  થી વધું લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ હતું. જેમાં
‘બિપરજોય’ વાવાઝોડું હવે દેવભૂમિ દ્વારકાથી 290 થી આસપાસ અને કચ્છ મા જખૌ બંદરથી 320 કિલોમીટર દૂર રહ્યું છે. જયારે હવામાન વિભાગના મતે 15મી તારીખે બપોરના સમયે વાવાઝોડું કચ્છમાં ટકરાય તેવી શક્યતા રહેલી હોય ત્યારે તંત્ર દ્વારા હાલ યુદ્ધના ધોરણે ‘બિપરજોય’થી પ્રભાવિત  વિસ્તારોમાં રહેતા લોકોને વેરાવળ ની તાલુકા કુમાર શાળા ખાતે સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.જેમાં સ્થળાતર કરેલ લોકો માટે શાળા મા ફ્રૂટ પેકેટ તેમજ પાણી ની વ્યવસ્થા સાથે કરેલ છે.અત્યાર સુધીમાં 100 થી વધું લોકો સલામત સ્થળે ખસેડી દેવાયા હોવાનો અને આજે સાંજ સુધીમાં તમામ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાનો તંત્ર દ્વારા દાવો કરાયો. જેમાં આ તકે વેરાવળ ના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા, શાપર-વેરાવળ ના PSI એસ. જે રાણા સાહેબ, TDO ઠોરીયા સાહેબ, અને તાલુકા મામલતદાર જાડેજા સાહેબ. તેમજ તલાટી મંત્રી સત્યમભાઈ દવે સહીત ગ્રામ પંચાયત ના સદસ્યો અને પોલીસ સ્ટાફ જોડાયો હતો.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1686666697493.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *