તસવીર : મકસુદ કારીગર,કઠલાલ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અભ્યાસમાં માં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા એપ્રિલમાં યોજાએલ.જેમા નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ધોરણ -૬ ના બે વિદ્યાર્થી આયુષ ધર્મેન્દ્રભાઈ રાવળ અને ધવલ દિલીપસિંહ સોઢા ઉત્તમ દેખાવ સાથે રાજ્યની મેરીટ યાદીમાં આવેલ છે.જેમને સરકારની યોજના અનુસાર ધોરણ ૧૨ સુધી લાભ મળશે.આમ,વાલ્લા ગામ અને પ્રાથમિક શાળાનું ગૌરવ રાજ્યભરમાં વધારવા બદલ તેમને આચાર્ય જયપાલસિંહ ઝાલા, ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ,વર્ગ શિક્ષક સતીષભાઈ પટેલ, સરપંચ અશ્વિનભાઈ વાળંદ,ઉપ સરપંચ અશોકભાઈ પરમાર તથા રામજીમંદિરના મહંત પૂ.ભગવાનદાસજી મહારાજે ખાસ અભિનંદન આપ્યા છે.,શાળા પ્રવેશોત્સવમાં પણ આ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.


