Gujarat

ઊનામાં મત્સ્યઉદ્યોગ મંત્રીએ વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી..

બીપરજોય વાવાઝોડાને ગંભીરતાને સમજી રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી તેમજ ગીરસોમનાથ જીલ્લાના પ્રભારી પરષોત્તમભાઈ
સોલંકીની અધ્યક્ષતામાં ડે.કલેકટર કચેરી એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉનાના દરીયાઇ વિસ્તારોમાં
બીપરજોય વાવાઝોડાને પગલે તકેદારીના પગલા ભરવામાં આવ્યા હોય તે અંગેની સમીક્ષા બેઠકમાં અધિકારી તેમજ ક્રસ્ટલ તથા
જોનલ અધિકારી પાસેથી વિસ્તૃત માહીતી મેળવેલ હતી.
આ મીટીંગમાં ડે.કલેક્ટર જે.એમ. રાવલ, મામલતદાર ખાંભરા, ટી.ડી.ઓ, ભુસ્તર શાસ્ત્રી માવદીયા, સહીતના
અધિકારીઓ તેમજ બંદર વિસ્તારના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં વાવાઝોડા સામે લોકોના જાનમાલનું
રક્ષણ કરવું તેમજ દરીયાઇ વિસ્તારના લોકોને માર્ગદર્શન અધિકારીઓ દ્રારા આપવામાં આવેલ હોય તે અંગેની આ મીટીંગમાં સમીક્ષા
કરવામાં આવેલ હતી. તેમજ વાવાઝોડાને લઈને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને
કોઈ જાનમાલને નુકસાની ન પહોંચે તેની તકેદારીના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને ભારે પવનના કારણે ખાંભલા
તમે વૃક્ષો ધરાશાય થાય તો પી.જી.વી.સી.એલ દ્વારા તાત્કાલિક વીજ પુરવઠાની વ્યવસ્થા કરવા, દરિયાકાંઠે કોઈ ના જાય તેની તકેદારી
રાખવા, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ કોઈપણ ઘટના બને ત્યારે કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી
હતી. ત્યાર બાદ મંત્રી પરસોતમભાઇ સોલંકી નવાબંદર મુકામે માછીમાર આગેવાનો સાથે પણ મુલાકાત કરી વાવાઝોડા સંદર્ભે ચર્ચા
કરી હતી. જેમાં ગુજરાત કોળીસેના પ્રમુખ દિવ્યેશભાઇ સોલંકી, જુનાગઢ, ગીરસોમના જીલ્લા કોળીસેના પ્રમુખ દીપાબેન બાંભણીયા
સહીતના આગેવાનો જોડાયા હતા.

-કચેરી-ખાતે-રાજ્યના-મત્સ્ય-ઉદ્યોગ-મંત્રી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *