ઉના આમોદ્રા રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાં અચાનક વહેલી સવારે આગ લાગતાં ડેલામાં રહેલા પ્લાસ્ટિકની બોટલો બળીને ખાક થઈ ગઈ હતી. આગ લાગતા ધીમે ધીમે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા જ્વાળામુખી જેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ અંગેની જાણ ભંગાર ડેલાના માલિક રજાક સકુરભાઇ પાણાવધુ એ વહેલી સવારે ધારાસભ્ય કે સી રાઠોડને જાણ કરી હતી. જેથી તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઈટરના સ્ટાફને ઘટના સ્થળે પોહચી ગયેલ અને આગ ઉપર પાણીનો મારો ચલાવતા આગને કાબુમાં લીધી હતી.
આગ વધું આગળ ન વધે તે પહેલાંજ આગને ભુજાવતા ભંગાર માલીક તેમજ આજુબાજુના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં પ્લાસ્ટિકની બોટલો બળીને ખાક થઈ ગયેલ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટના શોર્ટ સર્કિટના કારણે થઈ હોવાનું રજાકભાઈ એ જણાવ્યું હતું..
