દ્વારકા
બિપોરજાેય વાવાઝોડાને લઈ ગુજરાતનાં તમામ દરિયા કિનારાઓ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જાેકે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને દ્વારકામાં પણ બિપોર જાેય તાંડવ મચાવી રહ્યો છે. ભડકેશ્વર મહાદેવ મંદિર પરિસરની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો છે.આ સાથે દરિયામાં તેજ પવન અને કરંટ જાેવા મળી રહ્યો છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે દ્વારકામાં કાંઠા વિસ્તારમાં આવેલ માનવ વસ્તીને વાવાઝોડાને કારણે કોઈ નુકશાન નહીં થાય તે માટે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં તંત્ર ગ્રામજનોની સેવામાં લાગ્યું છે. આ વચ્ચે દરેક પરિસ્થિતિમાં ફરજના ભાગ રૂપે સેવામાં હાજર રહેનારા શિક્ષિકાની કામગીરી આંખે ઉભરીને આવી છે.દ્વારકાના દરિયા કિનારાના અસરગ્રસ્ત વિસ્તારો માથી કેટલાય પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમને જરૂરી સેવા પૂરી પડી રહે તે માટે શિક્ષકો ફરજ નિભાવી રહ્યા છે. આ વચ્ચે દ્વારકાની રૂપેણબંદર પ્રાયમરી શાળામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં એક શિક્ષક પોતાના નાના બાળકને લઈ ફરજ હાજર હતા. મહત્વનુ છે કે આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સ્થળ નિરીક્ષણ માટે દ્વારકાની રૂપેણ બંદર શાળામાં પહોંચ્યા હતા. જ્યાં શિક્ષિકા પ્રજ્ઞાબેન પટેલ પોતાના નાના બાળકને લઈ ફરજ પર હાજર જાેઈ રૂપાલાએ તેમની કામગીરીને વખાણી હતી.પુરુષોત્તમ રૂપાલાએ શિક્ષિકાને પૂછ્યું “બાળક સાથે ફરજ પર આવ્યા છો?” આ દરમ્યાન શિક્ષિકાએ હા કહેતા રૂપાલાએ શિક્ષિકાના વખાણ કરતાં સૌને કહ્યું કે, જુઓ સૌથી કપરી પરિસ્થિતિમાં પણ આ મહિલા બાળકને લઈ ફરજ પર હાજર છે, આ વાત સૌ કોઈ એ ગ્રહણ કરવા જેવી છે.
