Delhi

દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે રનવે પર અથડાયો

દિલ્હી
દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર, મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે જમીન સાથે અથડાઈ ગયો. આ માહિતી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના રવિવારે એ સમયે બની જ્યારે પ્લેન કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. જાે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનું કહેવું છે કે ઈન્ડિગો છ૩૨૧-૨૫૨દ્ગઠ એરક્રાફ્ટ ફ્‌-ૈંસ્ય્ એ કોલકાતાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને લેન્ડિંગ સમયે પાછળનો ભાગ રન વે પર જમીન સાથે અથડાઈ ગયો હતો. જણાવવામાં આવ્યું છે કે વિમાનના લેન્ડિંગ દરમિયાન ક્રૂને લાગ્યું કે લેન્ડિંગ દરમિયાન થોડી ગરબડ થઈ છે. આ અંગે ડીજીસીએએ જણાવ્યું કે લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટના પાછળનો ભાગ રનવેની સપાટીને સ્પર્શી ગયો અને ફ્લાઈટને નુકસાન થયું.આ મામલાને ગંભીરતાથી લેતા ડીજીસીએએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓપરેશનલ ક્રૂને ઓફ-રોસ્ટર કરી દીધા છે એટલે કે જ્યા સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી એ એરક્રાફ્ટને ઉડવા માટે મનાઈ કરી દેવાઈ છે. ડ્ઢય્ઝ્રછના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પ્લેનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. ઈન્ડિગોએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે, પરંતુ તેણે જણાવ્યું નથી કે આ ફ્લાઈટમાં કેટલા મુસાફરો હતા.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *