Gujarat

દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ફળશ્રૃતિ જિલ્લામાં આંગણવાડીમાં ૧૧૯૯૪, બાલવાટીકામાં ૨૪૪૧૧ અને ધોરણ* *૧ માં ૧૩૧૨૫ બાળકોનું ઉત્સાહભેર પણે શાળા પ્રવેશોત્સવ અપાયો

દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ફળશ્રૃતિ
જિલ્લામાં આંગણવાડીમાં ૧૧૯૯૪, બાલવાટીકામાં ૨૪૪૧૧ અને ધોરણ* *૧ માં ૧૩૧૨૫ બાળકોનું ઉત્સાહભેર પણે શાળા પ્રવેશોત્સવ અપાયો

દાહોદઃબુધવારઃ- સમગ્ર રાજ્યના શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવી શકાય, પાયાનું શિક્ષણ મજબુત કરવાના હેતુસર ભાવિ પેઢીનું નિર્માણ કરી શકાય તેવા શુભ આશય સાથે કન્યા કેળવણી મહોત્સવ યજ્ઞને આગળ વધારવા આ વર્ષે “ઉજવણી…ઉજ્જવળ ભવિષ્યની” થીમ સાથે આંગણવાડી, બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને પ્રાથમીક શિક્ષણ ગુણવત્તાસભર તેમજ અસરકારક શિક્ષણ મળે તેવા હેતુથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે આદિવાસી બાહુબલ્ય ધરાવતા જિલ્લામાં જ્ઞાનની જ્યોત શાળા પ્રવેશોત્સવના માધ્યમ થકી પ્રજ્વલિત થઇ છે બાળકો હોશેં અને ઉત્સાહભેર રીતે આંગણવાડી, બાલવાટિકા, અને ધોરણ ૧ માં પ્રવેશ લીધો હતો. ઉપરાંત ૨૮ જેટલા દિવ્યાંગ બાળકોનું પણ નામાંકન કરવામાં આવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી,સાંસદશ્રી,ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રિઓ સહિતના ૨૮૨૮ મહાનું ભાવોએ ૯૦૨ ગામડાઓની મુલાકાત લીધી હતી મહાનુભાવની મુલાકાત દરમિયાન ૧૧૪૨ પ્રાથમિક શાળાઓ, ૧૫૦ માધ્યમિક શાળાઓએ પણ લાભ લીધો હતો.
દાહોદ જિલ્લામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવ્યા છે જેના થકી આજે પરિણામ મળી રહ્યા છે જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં કુમાર-૬૧૨૬, કન્યા ૫૮૬૮ મળી કુલ ૧૧૯૯૪ ભુલકાંઓનું નામાંકન કરવામાં આવ્યું હતું જ્યારે બાલવાટિકામાં ૧૨૬૨૪ કુમાર અને ૧૧૭૮૭- કન્યા મળી કુલ ૨૪૪૧૧ બાળકોનું
કુમકુમ તિલક કરી શિક્ષણ કિટ અર્પણ કરી શાળા પ્રવેશોત્સ કરાયો હતો. તેમજ ધોરણ ૧ માં દાખલ થયેલ બાળકોમાં ૬૭૦૩ કુમાર અને ૬૪૨૨ કન્યા મળી કુલ ૧૩૧૨૫ બાળકોનું વાજતે- ગાજતે નામાંકન કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ધોરણ ૧ માં પુન: પ્રવેશમાં ૧૪૬- કુમાર અને ૧૦૬ – કન્યા મળી કુલ ૨૫૨ બાળકોએ પુન: પ્રવેશ લીધો છે. ઉપરાંત ૬૭ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચુકવવામાં આવ્યા છે. શાળાઓના બાળકોના કારકિર્દી ઘડતર માટે લોકસહકાર સ્વરૂપે બાળકોના સર્વાગી વિકાસ માટે રોકડ સ્વરૂપે ૫૧૫૬૬૩/- વસ્તુ સ્વરૂપમાં અંદાજિત કિમંતમાં ૯૬૨૬૭૧ મળી કુલ ૧૪૭૮૩૩૪ લોક સહકારથી દાન સ્વરૂપે પ્રાપ્ત થયું છે.
દાહોદ તાલુકામાં આંગણવાડીમાં ૨૨૯૩, બાળવાટિકામાં ૩૪૯૨ તેમજ ધો.૧માં પ્રવેશ પામનાર ૨૨૩૩ બાળકોનું નામાંકન કરવામાં આવ્યુ હતું દેવગઢ બારીયા તાલુકામાં આંગણવાડીમાં ૧૮૩૨, બાળવાટિકામાં ૨૪૯૬ તેમજ ધો. ૧માં પ્રવેશ પામનાર ૧૩૮૩ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો, ધાનપુર તાલુકામાં આંગણવાડીમાં ૫૦૪, બાળવાટિકામાં ૧૮૮૧ તેમજ ધો. ૧માં પ્રવેશ પામનાર ૧૮૦૬ બાળકોનું તેમજ ફતેપુરા તાલુકામાં આંગણવાડીમાં ૧૦૧૮, બાળવાટિકામાં ૧૫૭૭ તેમજ ધો. ૧માં પ્રવેશ પામનાર ૧૧૮૩ બાળકોનું નામાંકન કરાયું હતું,ગરબાડા તાલુકામાં આંગણવાડીમાં ૧૦૫૧, બાળવાટિકામાં ૧૫૦૫ તેમજ ધો.૧માં પ્રવેશ પામનાર ૧૧૬૭ બાળકોને, લીમખેડા તાલુકામાં આંગણવાડીમાં ૧૨૬૮, બાળવાટિકામાં ૨૫૦૫ તેમજ ધો.૧માં પ્રવેશ પામનાર ૧૨૫૦ બાળકોનું નામાંકન કરાયું હતું, સંજેલી તાલુકામાં આંગણવાડીમાં ૫૪૪, બાળવાટિકામાં ૧૧૭૩ તેમજ ધો. ૧માં પ્રવેશ પામનાર ૬૯૯ બાળકો તેમજ સીંગવડ તાલુકામાં આંગણવાડીમાં ૯૩૦, બાળવાટિકામાં ૨૦૬૩ તેમજ ધો. ૧માં પ્રવેશ પામનાર ૯૭૭ બાળકોને, ઝાલોદ તાલુકામાં આંગણવાડીમાં ૨૨૫૪, બાળવાટિકામાં ૭૪૬૯ તેમજ ધો. ૧માં પ્રવેશ પામનાર ૨૪૨૭ બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો.
૦૦૦રિપોર્ટર :- જેની શેખ

9426555756

IMG-20230614-WA0023-2.jpg IMG-20230614-WA0025-1.jpg IMG-20230614-WA0024-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *