બિપરજોઈ વાવાઝોડાની અસર થવાની સંભાવનાને પગલે જૂનાગઢ જિલ્લામાં તા.૧૫ જૂન સુધી રજા જાહેર કરવામાં આવી હતી.
અગમચેતી અને સાવચેતીના ભાગરુપે જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વધુ બે દિવસ
તા.૧૬ જુન અને તા. ૧૭ જૂન,૨૦૨૩ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બે દિવસીય રજા વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે. આ રજાના દિવસ દરમિયાન શાળાના આચાર્ય, સહિત સમગ્ર સ્ટાફે હાજર રહેવાનું રહેશે. શાળાના કર્મચારીશ્રીઓએ હેડ કવાર્ટર છોડવું નહીં, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.