આજે સૌરાષ્ટ્ર – કચ્છમાં અતિ ભયાનક એવા બીપરજોય વાવાઝોડું ત્રાટકવાની હવામાન વિભાગની આગાહીને ગંભીરતાપૂર્વક ધ્યાને
લય ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે નવાબંદર ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સરપંચ સોમવારભાઈ મજેઠીયા તથા
પંચાયતના સદસ્યઓ અને વિવિધ સમાજના આગેવાનોને સાથે લય બંદર વિસ્તારમાં વસવાટ કરતા પરીવારોને મળી તેઓને
સાવચેતી રાખવાની તથા જરૂરી જણાય તો સલામત સ્થળે ખસી જવાની સુચના આપી હતી. તેમજ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે
જણાવ્યું હતું કે,આ આપતીના સમયે વહીવટીતંત્ર અને સમસ્ત ભાજપા પરીવાર લોકોની સતત પડખે રહીને તમામ મદદ માટે તૈયાર
છે. કૉઈએ ગભરાવાની જરૂર નથી. પરંતુ જાગૃત રહેવાની વાત કરી હતી.
