Gujarat

ઉનાના ઉમેજ ગામની આંબાવાડીમાં વરસતા વરસાદમાં બે સિંહબાળને ખુલ્લા કુવા માથી વનવિભાગે રેશક્યુ કરાયુ….

સિંહણ 3 તથા સિંહબાળ 4 ખેડુતમાં વાછડાનુ મારણ કર્યું ગાયને ગંભીર ઇજા કરી…
ઉનાના ઉમેજ ગામની આંબાવાડીમાં સિંહણ 3 તથા સિંહબાળ 4 આવી ચઢતા હતા. અને વાડીમાં વાછડાનુ મારણ કર્યું હતું. તેમજ
એક ગાયને ગંભીર ઇજા કરી હતી. જ્યારે ચાર માંથી બે સિંહબાળ વાડીના ખુલ્લા કુવામાં ખાબકી જતા બન્ને સિંહ બાળનું
વનવિભાગે સલામત રીતે રેશકયું કરી બહાર કાઢી સિંહબાળને સારવાર આપ્યા બાદ બંને સિંહબાળને પોતાની માતા સાથે
આંબાવાડીમાજ મિલન કરાવ્યું હતું..
બિપરજોય વાવાઝોડાને લઈ DCF ધારીની સુચના મુજબ આર. એફ.ઓ. જસાધાર રેન્જ હેઠળ આવતા કાર્યક્ષેત્રમા સિંહોની
સલામતી માટે વનકર્મીઓની અલગ અલગ ટીમો બનાવી ઉના તાલુકાના દરીયાઈ કાંઠા વિસ્તારમા વિહરતા સિંહોના ગ્રુપ ઉપર સતત
વોચ રાખવામા આવી રહી હતી. જેમા આજે ઉનાના ઉમેજ ગામના રેવન્યુ વિસ્તારમા સિંહોનુ ગ્રપ જોવા મળતુ હતું. જેમા સિંહણ
3 તથા સિંહબાળ 4 ઉમેજ ગામના ખેડુત જોધુભાઈ ઘેલુભાઈ સોલંકીની આંબાવાડીમા તેઓના માલઢોર વાછડાનુ મારણ કર્યું હતું.
તેમજ ગાયને ઈજા પહોંચાડી હતી.
ત્યાર બાદ આ સિંહ ગ્રુપમા જોવા મળેલા ચાર સિંહબાળ માથી બે સિંહબાળ ખેતરમા આવેલ ખુલ્લા કુવામા પડી ગયેલ હતા. જે
વાતની જાણ તે વિસ્તારમા પેટ્રોલિંગ કરતા વનવિભાગના સ્ટાફને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ હતા. અને વરસતા
વરસાદમા જસાધાર રેન્જના આર એફ ઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જઈ તેમનાં માર્ગદર્શન મુજબ સહી સલામત રીતે
વનકર્મીઓએ તથા ટ્રેકર્સ ટીમે ભારે જહેમત ઉઠાવી બંન્ને સિંહબાળોને કુવામાંથી સુરક્ષીત બહાર કાઢી સ્થળ ઉપરજ વેટરનરી ડોક્ટર
દ્વારા સારવાર આપવામાં આવી હતી. સિંહબાળ જેમા નર 1 તથા માદા 1 કુલ 2 બચ્ચાને આંબાવાડીમાં મુક્ત કરી તેઓની માતા
સાથે મિલન કરાવેલ હતુ…

-ગામની-આંબાવાડીમાં-વરસતા-વરસાદમાં-બે-સિંહબાળને-ખુલ્લા-કુવા-માથી-વનવિભાગે-રેશક્યુ-કરાયુ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *