ન્યુ દિલ્હી
ચીને અગાઉ પણ અમેરિકાને યુદ્ધજહાજ બાબતે ધમકી આપી હતી. તાઈવાનની જળસીમામાંથી અમેરિકા અને કેનેડાના યુદ્ધજહાજાે પસાર થયા તે પછી અમેરિકાએ તેનો વિરોધ કર્યો હતો અને અમેરિકા પ્રાદેશિક શાંતિ જાેખમાવે છે એવો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ તાઈવાને પણ પ્રતિક્રિયા આપી હતી. તાઈવાનના પ્રમુખના પ્રવક્તાએ કહ્યું હતું કે તાઈવાન કોઈ સામે ઝૂકશે નહીં. તાઈવાન આત્મરક્ષણના બધા જ પ્રયાસો કરશે. બાહ્ય મદદથી પોરસાઈને કોઈ ઉતાવળિયું પગલું નહીં ભરે, પરંતુ સ્વતંત્રતા જાળવી રાખવા માટે લડત ચોક્કસ આપશે.તાઈવાન મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી વધી છે. અમેરિકન પ્રમુખ બાઈડેને કહ્યું હતું કે જાે તાઈવાન ઉપર હુમલો થશે તો અમેરિકા તાઈવાનનું રક્ષણ કરશે. એ પછી લાલઘૂમ થયેલા ચીને ધમકી આપી હતી કે જાે અમેરિકા તાઈવાન બાબતે દખલગીરી કરશે તો ભારે પડશે. તાઈવાનનો પ્રશ્ન ચીનનો આંતરિક મુદ્દો છે. અમેરિકાના પ્રમુખ જાે બાઈડેનને પૂછવામાં આવ્યું હતું કે જાે તાઈવાન ઉપર હુમલો થશે તો અમેરિકા મદદ કરશે? જવાબમાં બાઈડેને કહ્યું હતું કે હા અમેરિકા એ માટે બંધાયેલું છે. ચીને એ વાત સમજવી પડશે તો હવે અમેરિકા એમાં પીછેહઠ નહીં કરે. અમે અમારી નીતિમાં કોઈ જ ફેરફાર કરીશું નહીં. તાઈવાનની સુરક્ષાની જવાબદારી અમેરિકાએ લીધી છે અને અમેરિકાની એ જવાબદારી છે. બાઈડેનના આ નિવેદન પછી ચીને ધમકી આપી હતી. ચીને કહ્યું હતું કે અમેરિકા તાઈવાન મુદ્દે દખલગીરી કરશે તો ભારે પડશે. તાઈવાન ચીનનો આંતરિક મુદ્દો છે અને એમાં વિદેશી દખલગીરી ચલાવી લેવાશે નહીં. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેન્બિને કહ્યું હતું કે તાઈવાન ચીનનો આંતરિક મુદ્દો છે અને એમાં કોઈ દેશ વચ્ચે પડશે તો ચીન તેનો સ્ટ્રોંગ જવાબ આપશે. તાઈવાનના પ્રશ્ને સમજૂતીનો કોઈ જ વિકલ્પ નથી. અમેરિકા ખોટો મેસેજ આપવાનું બંધ કરે એ જ યોગ્ય રહેશે.
