Delhi

એક્સિડેન્ટ બાદનો રિષભ પંતનો આ વિડીયો જાેઈ ફેન્સ રડી પડશે

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમનાં અનુભવી વિકેટ-કીપર બેટ્‌સમેન રિષભ પંતનો ડિસેમ્બર ૨૦૨૨ના અંતમાં એક ભયાનક કાર અકસ્માત થયો હતો. તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી તે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો. અકસ્માતનાં કારણે ઋષભ બોર્ડર ગાવસ્કર ટ્રોફી, આઈપીએલ ૨૦૨૩ અને ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમી શક્યો ન હતો. માર્ચ મહિનામાં તે હોસ્પિટલમાંથી ઘરે પાછો ફર્યો હતો. ત્યારથી પંત રિકવરી પીરિયડ પર છે. સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયોઝમાં દેખાય છે કે તે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. આટલું જ નહીં પરંતુ તે પોતે પણ કોઈ પણ ટેકા વિના સીડીઓ ચઢી રહ્યો છે એવું વિડિયોમાં દેખાઈ રહ્યું છે. ઋષભ પંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કોઈપણ ટેકો લીધા વિના સીડીઓ ઉપર ચાલતો જાેવા મળી રહ્યો છે. પંત દ્વારા બે વીડિયો શેર કરવામાં આવેલા છે. પહેલા તો પંતને સીડીઓ ચડવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. પરંતુ બીજી વીડિયો ક્લિપમાં તે આરામથી સીડીઓ ચઢી રહ્યો છે. તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પંતના આ વીડિયો પર તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પણ કોમેન્ટ કરી છે. તેણે હાર્ટ ઈમોજી સાથે ‘સ્અ’ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ રિષભને પ્રેમ કરતી હોવાની અફવા ચાલી હતી. આ સિવાય સૂર્યકુમાર યાદવ અને પંતની ૈંઁન્ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે પણ વીડિયો પર કોમેન્ટ કરી છે. ૧૨ વર્ષ બાદ ભારત ૈંઝ્રઝ્ર ર્ંડ્ઢૈં વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ ઓક્ટોબરમાં શરૂ થશે. ભારતીય ટીમના દરેક ચાહકોના મનમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું પંત વર્લ્ડ કપ પહેલા સ્વસ્થ થઈ શકશે? શું તે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બનશે? પંત ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે પરંતુ તેને વર્લ્ડ કપ સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ થવું મુશ્કેલ લાગી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે પંત આવતા વર્ષે જ ક્રિકેટમાં પરત ફરશે. જાે કે, સ્ટાર વિકેટકીપર હાલમાં બેંગલુરુમાં દ્ગઝ્રછ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો છે અને તેની ઈજામાંથી સાજાે થઈ રહ્યો છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *