મુંબઈ
મુંબઈ બોરીવલીમાં રહેતા પંખિલ છેડા સ્પોટ એક્ટિવિટીઝમાં ખૂબ જ એક્ટિવ છે, એકવાર કમરમાં દુખાવો થતાં ડૉક્ટરે તેમને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ ઓછી કરવાનું કહ્યું, ડૉક્ટરની વાત સાંભળીને પંખિલ છેડાએ નક્કી કર્યું કે તે આવું કંઈક કરશે. જેથી દરેકને તેના પર ગર્વ થાય. તે પછી પંખિલે માઉન્ટ એવરેસ્ટ પર જવાનું નક્કી કર્યું અને ૪૫ દિવસમાં મુંબઈથી માઉન્ટ એવરેસ્ટની સફર પૂરી કરી અને મુંબઈ પાછો આવ્યો, આ પ્રવાસ દરમિયાન પંખિલે બે આંગળીઓના કેટલાક ભાગો પણ ગુમાવ્યા. પંખિલે કહ્યું કે, વ્યક્તિ ઈચ્છે તો કંઈ અઘરું નથી, તેણે માત્ર હિંમત રાખવાની જરૂર છે. પંખિલ છેડા માઉન્ટ એવરેસ્ટ પર દેશનો ત્રિરંગો લહેરાવીને મુંબઈ પરત ફર્યા ત્યારે તેમના સમાજના સભ્યોએ તેમનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું.
