Gujarat

યાત્રાધામ અંબાજીમાં બિપરજોય વાવાઝોડા ના કારણે દિવસ દરમિયાન રુકી રુકી ધમાકેદાર વરસાદ વરસ્યો* *આકાશમાં કાલા ડિબાગ વાદળો છવાયા

બિયરજોય વાવાઝોડા ના કારણે સમગ્ર ગુજરાતમાં આફત ના વાળલો ઘેરાયા છે.ત્યારે ગુજરાતમાં વાવાઝોડા ના કારણે અને ભારે વરસાદના કારણે ગુજરાત મા અમુખ જગ્યાએ તબાહી પણ જોવા મળી રહી છે. વાવાઝોડા ના કારણે ગુજરાત સરકાર અગાઉ થીજ એક્શન મોડ માં જોવા મળી રહી હતી. જેના કારણે ગુજરાતમાં મોટું જાન માલનું નુકસાન હજી સુધી સર્જાયું નથી. ગુજરાતના લોકો માટે સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં લોકોના સ્થાનાંતરણ ને લઈ રેહવા જમવા અને પીવાના પાણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ હતી. વાવાઝોડાનો અસર બનાસકાંઠા જિલ્લામાં પણ દેખાઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના તમામ ગામોમાં લોકોને સાચવેતી રાખવા અપીલ પણ કરવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડા અને હવામાન વિભાગની આગાહીને લઈને યાત્રાધામ અંબાજીમાં પણ અસર દેખાઈ રહી છે. ત્યારે આજે સવારથી જ આકાશમાં કાલા ડિબાગ વાદળો છવાયા છે ત્યારે દિવસે પણ અંધારુંપટ છવાયું છે. યાત્રાધામ અંબાજી અને દાંતા ના આજુબાજુ વિસ્તારોમાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. તેજ પવન સાથે ધમાકેદાર વરસાદ વરસતા અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજીમાં આવેલુ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર માં પણ યાત્રિકોની કમી જોવા મળી હતી. તેજ પવન સાથે ધમાકેદાર વરસાદ વરસતા અંબાજી આવતા વાહન ચાલકો ને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
યાત્રાધામ અંબાજી આખા દિવસ દરમિયાન રુકી રુકી ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે અંબાજીના મુખ્ય માર્ગો પર નદી ની જેમ વરસાદી પાણી જોવા મળ્યું હતું. ત્યારે અંબાજીના સ્થાનિકો અને વ્યાપારીઓને વરસાદી પાણીના લીધે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. સવારથી જ અંબાજી માં વરસાદ વરસતા અંબાજી ના ધંધા રોજગાર  માં પણ તેની અસર દેખાઇ હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230616-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *