Gujarat

ફોફળ નદી પર તાત્કાલિક ડાયવર્ઝન શરૂ કરાવવાની સૂચનાઓ આપી .

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયાએ વરસાદ વિરામ ની સાથે જ જામકંડોરણા ના વિવિધ વિસ્તારો ની મુલાકાત કરી
પુલની સાઈડમાં નિકળેલા ડાઈવર્ઝન નું ધોવાણ થતા રસ્તો  બંધ કરવામાં આવ્યો હતો.
          કહેવાય છે કે કુદરતી પ્રકોપ જ્યારે આવે તેની પાછળ તેનાં કહેર ની નિશાની છોડી જાય છે. ત્યારે હાલ બિપરજોય વાવાઝોડું જામકંડોરણા સહિત સૌરાષ્ટ્ર ભર ની ધરાને ધમરોળી રહ્યું છે ત્યારે જામકંડોરણા સહિત ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો ભારે પવન ફૂંકાતાં જામકંડોરણા પંથકમાં વૃક્ષો નો સોથ વાળી દીધો છે જામકંડોરણા ધોરાજી રોડ પર આવેલા તરવડા ના પાટીયા પાસે તોતિંગ પીપર નું વૃક્ષો ધરાશાય થતાં થોડા સમય દરમ્યાન વાહનવ્યવહાર ખોરવાયો હતો જામકંડોરણા પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા પોલીસ દ્વારા આ વૃક્ષો ને હટાવી રસ્તો પૂર્વવત કરવા આવ્યો છે જ્યારે જામકંડોરણા થી ગોંડલ તરફ જવાના રસ્તા પર પુલનું કામ ચાલી રહ્યું છે ત્યારે ડાઈવર્ઝન પર ફોફળ નદીના પાણી ફળી વળતાં ડાયવર્ઝન તૂટી ને ફોફળ નદી સમાઈ ગયું છે જે રસ્તો હાલ જામકંડોરણા પ્રસાશન દ્વારા પૂરતો બંધ કરવા આવ્યો છે આ રોડ પર જામકંડોરણા તાલુકાના સાજડીયારી રંગપર ધોડીધાર વગેરે ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાને ધ્યાને લઈ જામકંડોરણા ના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જામકંડોરણા ના મામલતદાર સાંગાણી ભાઈ જામકંડોરણા પોલીસ સ્ટેશન પીએસઆઈ ડોડીયા સહિત જામકંડોરણા વહીવટી તંત્ર ના કર્મચારીઓ ફોફળ નદી ની મુલાકાત લીધી હતી આ તકે જયેશભાઈ રાદડિયા જણાવ્યું હતું કે ફોફળ નદી પાણી ઉતરતા ની સાથે જ ઝડપથી પુલ નું  કામ ચાલુ કરવાની કોન્ટ્રાક્ટરોને આપી સૂચનાઓ આપી હતી  બિપરજોય વાવાઝોડા ભારે પવનથી ક્ષતિ પામેલા વીજપોલ ને રીપેરીંગ કરી ને ગ્રામીણ વિસ્તારોમાં તાત્કાલિક વિજ પુરવઠા પૂર્વવત કરવા પીજીવીસીએલ ને પણ સૂચનાઓ આપી હતી. બિપરજોય વાવાઝોડા ના ભારે પવન થી જામકંડોરણા  ગ્રામીણ વિસ્તારોમાં વીજ પોલ પડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો તે તાત્કાલિક શરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી
      જામકંડોરણા બિપરજોય વાવાઝોડા કોઈ જાનહાનિ થઈ નથી ભારે પવન સાથે વરસાદ થી ફોફળ નદી નવા નીર આવ્યા છે ત્યારે આ ફોફળ નદી ની સ્થળ તપાસ મા  મામલતદાર કે.બી. શાંગાણી  તાલુક વિકાસ અધિકારી ભાસ્કરભાઈ  ડેપ્યુટી કલેકટર લખ્યા સાહેબ પીએસઆઈ વિ. એમ ડોડીયા તમામ અધિકારીઓ રહ્યા હતા ફોફળ નદી પર હાલ નવો ડાયવર્ઝન ના બની જાય ત્યાં સુધી તમામ લોકોને અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
અહેવાલ…. અતુલ લશ્કરી જામકંડોણા

IMG-20230616-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *