બીપરજોય વાવાઝોડાની અસર ઉના પંથકમાં જોવા મળી હતી. જેને પગલે ગત રાત્રિના સમયે ભારે પવન ફૂંકાતા અનેક સ્થળો પર
રસ્તા ઉપર વૃક્ષો ધરાશાય થયા હતા. તેમજ વૃક્ષોની ડાળીઓ પણ નમી જતાં ઉના નગરપાલિકા દ્વારા નમી ગયેલા વૃક્ષોની
ડાળીઓને કટીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વૃક્ષો સમાન્ય ઢળી પડ્યા હતા. હાલ વહેલી સવારથી ભારે પવન યથાવત રહ્યો
છે. જેથી પવનની ગતિના કારણે બાઈક વાહન ચલાવવું મુશ્કેલ બની ગયેલ. ભારે પવનના સુસવાટા મારતા જોવા મળી રહ્યાં હતાં.
ઉનાના ટાવર ચોક ખાતે દેલવાડા રોડ પર પીપરના ઝાડ તેમજ મહાલેશ્વર મદિર નજીક રહેણાંક મકાન પાસે વૃક્ષ ધરાશાઈ થતા રસ્તા
પરથી પસાર થતા લોકોને મુશ્કેલી ના પડે તેને ધ્યાને રાખી નગર પાલિકાના રામભાઇ ઝાલા, જીતુભાઈ, મુકેશભાઈ, કિશનભાઇ
સહીતનાં કર્મચારીઓ દ્વારા હાઇડ્રોલિ ઘોડાની મદદથી ઝાડના કટીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
