વડતાલ મંદિરના ચેરમેન કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી તથા મુખ્ય કોઠારી સંત શ્રી વલ્લભદાસજી અને ટ્રસ્ટી મંડળ પ્રત્યેક સ્વામિનારાયણ મંદિર દ્વારા વાવાઝોડાનો ભોગ બનેલા અસરગ્રસ્તોની વાહરે આવા તાકીદ કરતા. માણાવદર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી મોહન પ્રકાશદાસજી સ્વામીએ બુંદી – ગાંઠિયાના 2000થી વધારે ફૂડ પેકેટો તૈયાર કરીને તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરી જાતે જ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.
બીપોરજોય વાવાઝોડા સાથેના વરસાદથી તાલુકામાં વસતા ઝૂંપડપટ્ટી વાસીઓના અસંખ્ય ઝુંપડા નાશ પામ્યા છે હજારો લોકોને સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડાયા છે ગુજરાત જ્યારે જ્યારે કુદરતી સંકટોનો ભોગ બને છે ત્યારે સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિરના સંતો તેમની વાહરે દોડી જાય છે આ તેમનું સ્તુત્ય પગલું છે. માણાવદરના કોઠારી સ્વામી મોહન પ્રકાશદાસજી પોતે સંતોની સાથે માણાવદરની ઝૂંપડપટ્ટીમાં જઈને પેકેટો હાથો હાથ આપ્યા હતા જે સરાહનીય બાબત જરૂર છે
તસવીર અહેવાલ


