ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ ગઈકાલ મધ્યરાત્રિ સુધી ચાલુ રહ્યું હતું. જેના પરિણામે દ્વારકા, પોરબંદર
અને જામનગરમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો.
જામનગર મિલિટરી સ્ટેશનથી દ્વારકા ગયેલા આર્મીના ૭૮ જવાનોએ ગઈકાલ સાંજથી સમગ્ર રાત્રી દરમિયાન પરિસ્થિતિનું
સતત નિરીક્ષણ કર્યું હતું અને રાત્રે જરૂરી રાહત કાર્યવાહી હાથ ધરી હતી.
લેન્ડફોલ પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે, સેનાએ દ્વારકા શહેરમાં, ભારે વરસાદ અને પવન દરમિયાન પગપાળા અને
વાહનો બંનેમાં નિયમિત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ભારે પવનના પરિણામે ધરાશાયી થયેલા વૃક્ષો, ઈલેક્ટ્રીક થાંભલાઓ હટાવવા
અને રાહતના પગલાંના સંદર્ભમાં પ્રશાસનની સાથે આર્મીના જવાનો દ્વારા સ્થાનિકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી
છે.


