રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે સચાણા બંદર ખાતે માછીમારો
સાથે મુલાકાત કરી હતી. માછીમારોએ મંત્રીશ્રીને જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું આશ્રય
સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હોવાથી જાનહાનિ થઈ નથી તેમજ અન્ય કોઈ મોટી નુકસાની સર્જાઈ નથી.
કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ આજે તા.૧૭જૂનના રોજ બપોરે ૪:૦૦ કલાકે કલેકટર કચેરીના સંભાખંડ ખાતે બિપરજોય
વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે રીવ્યુ બેઠક યોજશે.
બેઠક પૂર્ણ થયા બાદ કલેકટર કચેરી ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત
રહેવા સર્વે મીડિયામિત્રોને વિનંતી.
