Gujarat

કોટડાપીઠા પુજ્ય શ્રી જસુમાં મંદીર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અષાઢી બીજ નાં દીવસે ભવ્ય રીતે ઉજવાશે

પુજ્ય શ્રી જસુમાં, પૂજ્ય શ્રી જલારામબાપા ની અસીમ કૃપાથી સમસ્ત વસાણી પરિવાર દ્વારા નવ નિર્મિત મંદિરમાં સમસ્ત વસાણી પરિવારના કુળદેવી માતાજી, કરદેવી માતાજી અને કાપડા ની માં ની મૂર્તિઓ ની અને પુજ્ય શ્રી જસુમાં ની મૂર્તિ નાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામ દરબાર ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. તો આપ સર્વો આ મનોરથ સફળ કરવા પધારશો.
હાલ માં કોટડાપીઠા પૂજ્ય જસુમાં મંદીર નો જીર્ણોધ્ધાર થઈ રહેલ છે, ૬૫ વર્ષ પેલાં આ મંદીર જર્જરિત થઈ જતા વીરપુર જલારામ બાપા મંદીર નાં તે સમય નાં ગાદીપતિ પૂજ્ય ગિરધરરામજી ભગતે જીર્ણોદ્ધાર કરાવેલ અને રામ દરબાર ની મુર્તી પ્રતિષ્ઠા કરેલ, ૬૫ વર્ષ બાદ ફરી જિર્ણોદ્ધાર થયેલ છે, આ જગ્યાં પર પુજ્ય જસુમાં એ એમની ૨૧ વર્ષ ની ઉમરે સદાવ્રત ચાલુ કરેલ, જલારામ બાપા પુજ્ય જસુમાં ને ધર્મ નાં બેન બનાવેલ, જલારામ બાપા નાં બેન સાકર બેન નાં જસુમાં નાં જેઠાણી થતા, આમ જલારામ બાપા એમની બેન ની જેઠાણી ને બેન કહેતા, બાદ મા પૂજ્ય જસુમાં નાં દીકરા ભક્તિરામજી ભગત વસાણી સાથે પૂજ્ય જલારામ બાપા અને માં વીરબાઇ માં નાં દિકરી પૂજ્ય જમનાબેન નાં લગ્ન થયેલા, આમ બાદ મા પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય જસુમાં વેવાઈ બનેલ, પુજય જસુમાં પુણ્ય જલારામ બાપા થી ૧૭ વર્ષ મોટાં હતા, પૂજ્ય જસુમાં નાં દીકરા ભક્તિરામ ભગત નાં દીકરા કાળારામ ભગત, કાળા રામ નાં દીકરા હરીરામ ભગત, હરિરામ ભગત ને જલારામ બાપા એ દતક લીધેલ એટલે એ વસાણી માથી ચંદ્રાણી થયા, હરિરામ ભગત નાં દીકરા ગિરધરરામ ભગત, અને ગિરધરરામ ભગત નાં દીકરા જયસુખરામ ભગત, જયસુખરામ ભગત નાં દીકરા હાલ નાં વીરપુર નાં ગાદીપતિ પૂજ્ય રઘુરામજી ભગત
પ્રથમ દિવસ :
સવંત ૨૦૭૯ અષાઢ સુદ ૧ ને સોમવાર તા. ૧૯-૬-૨૦૨૩
હેમાદ્રી પ્રયોગ: સવારે ૭:૦૨
સ્થાપન પુજન ૯:૦૦ થી
ગૃહ યજ્ઞ /વાસ્તુયજ્ઞ : ૩ થી ૫
ધાન્યાધી વાસ આરતી: ૫:૩૦
બીજો દિવસ :-સવંત ૨૦૭૯ અષાઢ સુદ ૨ ને મંગળવાર તા. ૨૦-૬-૨૦૨૩
ગણપતિ પૂજન: ૮ કલાકે
ભગવાન ને જગાડવા નાં: ૮:૩૦ થી
જલાધી વાસ, નગર યાત્રા શોભાયાત્રા : ૯:૩૦
સ્થાપન માં બિરાજીત: ૧૦
મુળ સ્થાને બિરાજીત :10:30
પુજન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આરતી બધું ૧૨:૦૦ સુધીમાં
ગૃહ યજ્ઞ: ૧૨:૩૦ થી ૪:૩૦
શ્રીફળ હોમવાનું: ૪:૩૦
મહા આરતી પ્રસાદી અને દર્શન: ૫
મહા પ્રસાદ: ૫:૩૦
મહા પ્રસાદ સ્થળ: જલારામ બાપા મંદીર કોટડા પીઠા
સ્થળ:
પુજ્ય શ્રી જસુમાં મંદીર
કોટડા પીઠા
તાલુકો: બાબરા
આટકોટ થી દસ કિલોમીટર
રાજકોટ થી ભાવનગર જતા આટકોટ પછી આવે
નિમંત્રક:
સમસ્ત વસાણી પરીવાર

IMG-20230617-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *