જમ્મુ-કાશ્મીર
શાહની જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર શ્રીનગરમાં લગભગ તમામ રસ્તાઓની બંને બાજુએ મોટી સંખ્યામાં તિરંગા ઝંડાઓ લગાવવામાં આવ્યા છે. દાલ તળાવથી હોટલ સેંટોર વાળો રસ્તો પણ શણગારવામાં આવ્યો છે. શાહ સ્વાગત માટેના મોટા-મોટા હોર્ડીંગ્સ અને પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે. ગૃહમંત્રી અમિત શાહની ૨૩ ઓકટોબરના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાતને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરવામાં આવી છે. આ માટે સીઆરપીએફની વીઆઈપી ટુકડી શુક્રવારે જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ હતી. રેલી સ્થળ ભગવતી ગ્રાઉન્ડના સિનિયર અધિકારીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ સાથે જ વિશેષ ટુકડીના કમાન્ડોએ પણ સમીક્ષા કરી હતી. આ કમાન્ડો શનિવારે રેલી સ્થળને પોતાના ઘેરાવમાં લઈ લેશે. જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ મુખ્ય રૂપે રેલીમાં તહેનાત રહેશે. ત્રણ હજાર સુરક્ષા જવાનો તહેનાત રહેશે. એસએસબી, સીઆઇએસએફના જવાનોને પણ સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત રહેશે. ગૃહમંત્રી અમિત શાહ ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ આર્ટિકલ ૩૭૦ નાબૂદ થયા બાદ લગભગ ૨૫ મહિના બાદ પ્રથમ વખત શનિવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. ઘાટીમાં હાલમાં આતંકી ઘટનાઓમાં સામાન્ય લોકો પર હુમલા બાદ સુરક્ષાની દૃષ્ટિએ શાહનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો છે. શાહ અહીં ત્રણ દિવસ રહેશે. શાહના પ્રવાસને જાેતાં ગૃહ મંત્રાલયે કાશ્મીરમાં વિશેષ રીતે સ્નાઈપર્સ, ડ્રોન અને શાર્પશૂટર્સને તહેનાત કર્યા છે. તેને સ્ટ્રેટેજીક પોઈન્ટની દેખરેખ માટે માટે મોકલવામાં આવ્યા છે. શ્રીનગર પહોંચ્યા બાદ ન્ય્ મનોજ સિંહની સાથે રાજભવન જશે. અહીં તેઓ ઇછઉ પ્રમુખ સામંત કુમાર ગોયલ, સેનાના મોટા અધિકારીઓ, ૈંમ્ ચીફ સહિત ૧૨ મોટા સુરક્ષા અધિકારીઓએ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરશે. યુનિફાઇડ કમાન્ડ બેઠકમાં ભાગ લેનારાઓમાં ૈંમ્ ચીફ અરવિંદ જુમાર, ડીજીપી ઝ્રઇઁહ્લ અને દ્ગૈંછ કુલદીપ સિંહ, ડ્ઢય્ઁ દ્ગજીય્ અને ઝ્રૈંજીહ્લ એમ ગણપતિ, ડીજીપી મ્જીહ્લ પંકજ સિંહ, ડીજીપી જમ્મુ-કાશ્મીર દિલબાગ સિંહ, આર્મી કમાન્ડર અને ટોચના કોર્ટ કમાન્ડો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રીની મુલાકાત માટે સમગ્ર કાશ્મીરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ૈંમ્, દ્ગૈંછ, આર્મી, ઝ્રઇઁહ્લના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં જમ્મુ-કાશ્મીરમાં કેમ્પ કરી રહ્યા છે. તેઓ દરેક ઇન્ટેલિજેન્સ ઇનપુટ્સ મોનિટરિંગ કરી રહ્યા છે. શ્રીનગરમાં પેરા મિલેટરીના વધારાના જવાનોની પણ તહેનાતી કરવામાં આવી છે. સમગ્ર કેન્દ્ર શાસિત પરદેશમાં ઝ્રઇઁહ્લની ૧૦ અને મ્જીહ્લની ૧૫ વધારાની કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. આ સાથે જ ડ્રોન અને ઇન્ટેલિજન્સ કેમેરા દ્વારા તમામ જગ્યાએ બાજનજરથી દેખરેખ કરવામાં આવી રહી છે. સીઆરપીએફની એક ટુકડી દાલ તળાવ અને જેલમ નદીમાં પેટ્રોલિંગ કરી રહી છે. દરેક રસ્તા અને ગલીમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શાહના આ પ્રવાસને ઘાટીમાં હાલમાં જ આતંકીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાને જાેડીને જાેવાઈ રહ્યો છે. ખરેખર, છેલ્લા ૧૫ દિવસમાં અલગ-અલગ ઘટનાઓમાં આતંકીઓ બિન-કાશ્મીરીઓને ટાર્ગેટ કરીને હત્યાઓ કરી રહ્યા છે. હાલમાં જ આવા હુમલાઓમાં ૧૧ લોકો માર્યા ગયા છે. જ્યારે, સેનાએ પણ આતંકીઓને જવાબ આપવા માટે ઘાટીમાં ઓપરેશન ક્લીન હાથ ધર્યું છે. છેલ્લા ૧૫ દિવસમાં કાશ્મીર ઘાટીમાં સેનાની સાથે ૧૧ જેટલી અથડામણમાં ૧૭ આતંકીઓ ઠાર મરાયા છે. જ્યારે ૯ જવાન શહીદ થયા છે. અમિત શાહ જમ્મુ-કાશ્મીરની આ મુલાકાત દ્વારા આતંકીઓને એક સંદેશ પણ આપવા માંગે છે. તેમણે સેનાને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે.