પોલીસે રોકડા રૂપિયા ૧૦,૨૧૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરી….
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી કાઠી ગામેથી પોલીસે બાતમી ને આધારે રેડ કરી વાડી વિસ્તારમાં જુગાર રમતા ૫ ઈસમો ને ઝડપી પાડ્યા હતા..
રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા તેમજ ASI દશરથભાઈ કમેજળીયા,અજીતસિંહ બારડ,કાંતીભાઈ દુમાદીયા,રવિરાજસિંહ ચૌહાણ,નરેશભાઈ પાપોદરા સહીત નો પોલીસ સ્ટાફ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન બાતમી ને આધારે રાણપુર તાલુકાના અણીયાળી કાઠી ગામની બુટીયાવાળુ તરીકે ઓળખાતી સીમમાં રેડ કરતા જુગાર રમતા ૫ ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા જેમાં રણજીતભાઈ મફાભાઈ રાઠોડ,નરેશભાઈ ગીધાભાઈ બાવળીયા,રાજુભાઈ ધીરૂભાઈ પરાલીયા,પુનાભાઈ ગોવિંદભાઈ જમોડ,હરેશભાઈ લધુભાઈ મેણીયા ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા રોકડા રૂપિયા ૧૦,૨૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી….