Gujarat

ભારતીય શેરબજારોમાં અવિરત તેજી

અમદાવાદ
ભારતીય શેરબજારોમાં છેલ્લા એક-દોઢ વર્ષથી અવિરત તેજી જાેવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (મ્જીઈ)નો સૂચકઆંક સેન્સેક્સ ૬૦,૦૦૦ પોઈન્ટને પાર પહોંચી ગયો છે ત્યારે સ્ટોક માર્કેટ તરફ લોકોનું વલણ બદલાયું છે. બજારમાં આવેલી તેજીને પગલે રોકાણકારોનું આકર્ષણ પણ વધ્યું છે. ૨૨ ઓકટોબર સુધીમાં મ્જીઈ પર રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સની સંખ્યા ૮.૩૮ કરોડ પર પહોંચી છે. વીતેલા એક વર્ષ દરમિયાન ભારતીય શેરબજારમાં ૨.૭૮ કરોડ નવા રોકાણકારો આવ્યા છે. આ હિસાબે માર્કેટમાં રોજના ૧ લાખથી વધુ નવા રોકાણકારોનો ઉમેરો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રોકાણકારોની સંખ્યા ૫૦% જેટલી વધી છે.ભારતીય શેરબજારોમાં અવિરત તેજી ચાલી રહી છે. બજારના બેન્ચમાર્ક ગણાતા સેન્સેક્સ ૬૦,૦૦૦ પોઈન્ટ અને નિફ્ટી ૧૮,૦૦૦ પોઈન્ટના સ્તરને પાર કરી ગયા છે. એવું માનવામાં આવે છે કે ભારતીય સ્ટોક માર્કેટ્‌સની તેજી-મંદી વિદેશી રોકાણકારોને આભારી છે. જાેકે કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. માર્કેટ નિષ્ણાતો જણાવે છે કે અત્યારે શેરબજારમાં જે તેજી આવી છે એમાં નાના રોકાણકારોનો મહત્ત્વનો ફાળો છે.જ સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા લોકો જણાવે છે કે ઇક્વિટી રોકાણમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (જીૈંઁ)માં જબરદસ્ત તેજી આવી છે. જીૈંઁજમાં થતું રોકાણ વિદેશી સંસ્થાગત રોકાણકારો (હ્લૈંૈં) દ્વારા થતા રોકાણ કરતાં ઘણું વધી ગયું છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં હ્લૈંૈંનું નેટ ઇન્વેસ્ટમેન્ટ રૂ. ૬૪,૨૭૩ કરોડ રહ્યું હતું, તેની સામે જીૈંઁ મારફત રૂ. ૮૧,૧૮૭ કરોડનું રોકાણ આવ્યું છે. વિદેશી સંસ્થાગત રોકાણ કરતાં જીૈંઁ રોકાણ ઘણું વધારે છે અને એટલે ભારતીય બજારોને વિદેશી પ્રવાહ પર સંપૂર્ણપણે ર્નિભર રહેવાની જરૂર નહીં પડે. જીૈંઁજ હવે સ્થાનિક ઇક્વિટી બજારોને ટેકો આપવાનું માધ્યમ બન્યાં છે. લોકડાઉન પછી જીૈંઁમાં વધારો થયો છે. સપ્ટેમ્બર, ૨૦૨૧માં માસિક જીૈંઁ રોકાણ પહેલીવાર રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધી ગયું હતું. વધુ ને વધુ રિટેલ ઈન્વેસ્ટર્સ નવાં ખાતાં ખોલાવી રહ્યાં છે. સપ્ટેમ્બર મહિનામાં જ આશરે ૨૬.૮ લાખ નવાં જીૈંઁજ નોંધાયાં હતાં, જે એપ્રિલ, ૨૦૨૧માં નવાં જીૈંઁજ ૧૪.૦૮ લાખ હતાં. સંજય શાહે કહ્યું હતું કે છેલ્લાં થોડાં વર્ષોમાં એફપીઆઈના રોકાણમાં સાતત્યતા નહોતી. કેટલાંક વર્ષોમાં આ પ્રવાહ વધારે રહ્યો છે, ત્યારે અન્ય કેટલાંક વર્ષોમાં વિદેશી ફંડ્‌સનું વેચાણ પણ જાેવા મળ્યું હતું. બીજી તરફ, જીૈંઁજ મારફત આવતું રોકાણ વધારે સ્થિર અને નિયમિત છે તથા એનાથી બજારમાં વધઘટને એક હદ સુધી ઘટાડવામાં મદદ મળી છે. આને કારણે ભારતીય બજારોને સ્થાનિક રોકાણકારો તરફથી સારો ટેકો મળી રહ્યો છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ કે પ્રચલિત ભાષામાં જીૈંઁજ રોકાણ કરવાનું એક માધ્યમ છે, જેના દ્વારા રોકાણકારો નિયમિત સમયાંતરે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં નિર્ધારિત રકમનું રોકાણ કરી શકે છે. રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડોમાં મહિને રૂ. ૫૦૦ જેટલી નાની રકમથી જીૈંઁ શરૂ કરી શકે છે. જીૈંઁ વ્યક્તિના બેંક ખાતામાં ડેબિટની સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપીને મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવાની સુવિધાજનક પદ્ધતિ છે. ઇન્વેસ્ટમેન્ટ ઇનફ્લો રૂ. ૧૦,૪૦૦ કરોડ પર પહોંચ્યો છે અને એમાં અસાધારણ દરથી વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ચોથા ત્રિમાસિક ગાળામાં નાના રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટમાં સરેરાશ ૨૫%ની વૃદ્ધિ જાેવા મળી હતી. અમે છેલ્લા આઠ મહિનાઓમાં જીૈંઁ ખાતામાં વધારો જાેયો છે અને ટ્રેન્ડ વધારે મજબૂત થઈ રહ્યો છે. છેલ્લા ૩થી ૪ મહિનામાં માસિક ધોરણે જીૈંઁ ખાતાંમાં ૩.૫%નો વધારો (બુક ઓપનિંગની ટકાવારી સ્વરૂપે) જાેવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *