આગામી 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે લોક જાગૃતિનો કાર્યક્રમ છોટા ઉદેપુર જિલ્લા આયુષ વિભાગે કર્યો હતો.આગામી 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાનું વહીવટી તંત્ર તેના માટે અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યું છે. જિલ્લા આયુષ વિભાગ દ્વારા આજરોજ જિલ્લાના અલગ અલગ 13 ઠેકાણે યોગ દિવસ અંગે શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં 1078 લોકોને યોગ દિવસની સમજ આપી યોગ કરાવવામાં આવ્યા હતા. નિરોગી રહેવા માટે યોગનું મહત્ત્વ શું છે તે અંગેની સમજ આપવામાં આવી હતી. 21 જૂનના રોજ ઉજવણી કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર