Gujarat

PGVCLને સૌથી મોટું નુકસાન,૨૬૦૯ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

અમદાવાદ
ગુજરાતમાં ઁય્ફઝ્રન્ને તાઉતે વાવાઝોડા બાદ ફરી મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં બિપરજાેય વાવાઝોડાના કારણે કુલ ૨૩,૩૪૦ વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં સૌથી વધારે જામનગર સર્કલમાં ૨૧,૧૧૫ વીજપોલને નુકસાન થયું છે. તો ૪૫૮૨ ટીસીને નુકશાન પહોંચ્યું છે. તેમજ કુલ ૩૮૮૯ ફિડર હાલમાં બંધ હોવાથી અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યમાં ત્રાટકેલા બિપરજાેય વાવાઝોડાને પગલે અનેક જગ્યાએથી નુકસાનીના દૃશ્યો સામે આવી રહ્યા છે. જામનગરમાં વાવાઝોડામાં તોફાની પવન ફુંકાતા ૨૧,૦૦૦થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. વીજપૂરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકો ઁય્ફઝ્રન્ની ઓફિસ પર ફરિયાદ માટે પહોંચ્યા હતા. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ૨૪ કલાકથી વીજળી ડૂલ છે. મોટાભાગના શહેરોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ છવાયો છે.સંખ્યાબંધ વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ છે. ઁય્ફઝ્રન્ દ્વારા પણ વીજપૂરવઠો પૂર્વવત કરવા સતત યુદ્ધના ધોરણે કામગીરી શરૂ છે. ઝડપથી વીજ પૂરવઠો પૂર્વવત થઈ શકે તેવી શક્યતા ઁય્ફઝ્રન્ના અધિકારીઓ સેવી રહ્યા છે.ગુજરાતમાં બિપરજાેય વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાના તો મોટી સંખ્યામાં વીજપોલ પણ ધરાશાયી થયા છે. જેની સૌથી વધુ અસર ઁય્ફઝ્રન્ને થઈ છે. વાવાઝોડાના કારણે કુલ ૨૩,૩૪૦ વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે ૨૬૦૯ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે તો ૨૪ શહેરોમાં અંધારપટ છવાયો છે. ઁય્ફઝ્રન્ દ્વારા ઝડપથી વીજપુરવઠો ફરીથી કાર્યરત કરવા ઁય્ફઝ્રન્ના ઉચ્ચ અધિકારીઓએ કચ્છ અને દ્વારકા તેમજ જામનગરમાં ધામા નાખ્યા છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *