અમદાવાદ ૧૧ જૂન ૨૦૨૩ ના રોજ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ રાકેશ રમેશભાઈ રોહિત ઉંમર વર્ષ ૩૨ સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તબીબો દ્વારા જાણવામાં આવેલ કે દર્દીનું બ્રેન ડેટ જણાયે આવેલ ત્યારે હોસ્પિટલના ર્જંર્ં ની મદદથી અને સિવિલ હોસ્પિટલના આર.એમો સંજય સોલંકી ને સાથે રાખીને અંગદાનની કાર્યવાહી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ના ડીન દીપ્તિબેન શાહઙ્મ ના જણાવ્યા મુજબ તેમ જ એલજી હોસ્પિટલના ડેપ્યુ ડાયરેક્ટર અને સર્જન વિભાગના વડા અંકિત પટેલના જણાવ્યા મુજબ દર્દી એલ જી હોસ્પિટલના એસએસઆઈ શ્રી નિલેશભાઈ પારેખના સગા હોય અંગદાન બાબતે જણાવતા નિલેશભાઈ પારેખ દ્વારા દર્દીના સગાને અંગદાન જેવું મહાદાન કોઈ નથી તે વિશે વિગતવાર માહિતી આપતા દર્દીના સગાઓએ અંગદાન ડોનેટ કરવા અંગે સહમતિ દર્શાવેલ ત્યારબાદ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્સ શ્રી તથા ઇએમડી વિભાગ અને તેમની ટીમ તથા એનેસ્થેસિયા વિભાગ ટીમ દ્વારા દર્દીના શરીરમાંથી તેમનું હૃદય બંને કિડની બંને આંખો તેમજ લીવર ઓપરેશન કરી બહાર નીકાળી ડોનેટ તરીકે સ્વીકારેલ ત્યારબાદ દર્દીના સગાને એલજી હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા બિરદાવી એમનો આભાર વ્યક્ત કરેલ આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલ પૈકી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ સાથે સંલગ્ન એલજી હોસ્પિટલ ખાતે આ અંગદાન નો પ્રથમ કિસ્સો રહ્યો હતો
આપ કે સાથ
તંત્રી રમેશ વોરા
