Maharashtra

સુપરસ્ટાર પ્રભાસનો જન્મદિવસ, તે આજે ૪૨ વર્ષનો થઇ ગયો

મુંબઈ
પ્રભાસે ખાસ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે. તેણે ૨૦૦૨ની સાલમાં આવેલી ફિલ્મ ‘ઇશ્વર’થી ડેબ્યુ કર્યું. ૨૦૦૩ની સાલમાં ફિલ્મ ‘રાઘવેન્દ્ર’ તરીકે લીડ એકટર તેમણે કામ કરવાનું શરૂ કર્યું છે. ૨૦૦૫ની સાલમાં તેમણે ફિલ્મ ‘ચકરામ’ અને એસ.એસ.રાજમૌલીની ‘છત્રપતિ’માં લીડ રોલ કર્યો. ફિલ્મ છત્રપતિમાં તેમણે એક શરણાર્થીનો પાત્ર નિભાવ્યું હતું, જેનું ગુંડા શોષણ કરે છે. આ ફિલ્મ કેટલાંય થિયેટરોમાં ત્રણ મહિનાથી વધુ સમય સતત ચાલતી રહી હતી. પ્રભાસે ૨૦૧૪ની સાલમાં આવેલી ફિલ્મ ‘એકશન જેક્સન’ના આઇટમ નંબર ‘પંજાબી મસ્ત’માં એક કેમિયો ભૂમિકા કરીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમણે આખા દેશની સૌથી હિટ ફિલ્મ ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ આપી. આ ફિલ્મ કેટલીય ભાષાઓમાં આખા દેશમાં રિલીઝ થઇ. આ ફિલ્મે પ્રભાસને આખા ભારતનો સ્ટાર બનાવી દીધો. ૨૦૧૭ની સાલમાં પ્રભાસે આ પાત્રને ‘બાહુબલી ૨ઃ કનક્લુઝન’ આ પાત્ર નિભાવ્યું. આ ફિલ્મે પણ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. ફિલ્મ એક હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર ભારતની પહેલી ફિલ્મ બની. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં તેમણે એકશન-થ્રિલર ‘સાહો’માં તેમણે કામ કર્યું. ફિલ્મથી લોકોને ઘણી આશા હતી. પરંતુ ફિલ્મને એટલો સારો રિસપોન્સ મળ્યો નહીં. તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ ‘રાધે શ્યામ’, ‘સલાર’ અને ‘આદિપુરુષ’માં જાેવા મળશે.સુપરસ્ટાર પ્રભાસનો આજે જન્મદિવસ છે. તે આજે ૪૨ વર્ષનો થઇ ગયો છે. તેનું આખું નામ ઉપ્પલાપતિ વેંકટા સૂર્યનારાયણ પ્રભાસ રાજૂ છે. તેના પિતા ફિલ્મ પ્રોડ્યુસર ઉપ્પલાપતિ વેંકટા સૂર્યનારાયણ રાજૂ છે. માતાનું નામ શિવા કુમારી છે. તેમને એક ભાઇ અને બહેન છે. હૈદરાબાદની નાલંદા કોલેજમાં અભ્યાસ કર્યા બાદ વિશાખાપટ્ટનમની સત્યાનંદ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાંથી એક્ટિંગનો અભ્યાસ કર્યો.

prabhas-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *