સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં ભુવા આંગણવાડી કેન્દ્ર ખાતે ભુવા ગામના વતની પરંતુ હાલ સુરત શહેરમાં નિવાસ કરતાં રવિ રમેશભાઈ ઝાલાવાડીયા તરફથી શંભુભાઈ કુરજીભાઈ ઝાલાવાડીયાના હસ્તે તમામ બાળકોને સ્કુલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ વતનનો સાદ સાંભળીને પણ વતનની યાદોંને હૈયે વળગાડીને વતનની સેવા માટે સામાજિક દાયિત્વની હરદમ પ્રતિબધ્ધતા દર્શાવતાં જોવા મળેલ.


