છોટાઉદેપુર નગર ખાતે દર વર્ષની જેમ ચાલુ સાલે પણ જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા તા. 20-6-2023ના રોજ નગરના શ્રી રણછોડરાય મંદિર ખાતેથી નીકળનાર છે. જેને લઈને જિલ્લા પોલીસ વડા ઘમેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક સ્વામિનારાયણ હોલ ખાતે યોજાઇ હતી, આ શાંતિ સમિતિની બેઠકમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ જિલ્લા પોલીસ વડા ઘમેન્દ્ર શર્માએ નગરમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લામાં રથયાત્રાને લઇ છોટાઉદેપુર જિલ્લા પોલીસ સજ્જ થઇ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


