ધારાસભ્યની રૂ.1.50 કરોડની ગ્રાન્ટ સાથે જીલ્લા સાંસદના ફંડ માંથી રૂ. 1 કરોડ બંને તાલુકાને ફાળવવામાં આવશે સરપંચોને
પોતાના ગામમાં કરવાના થતા કામની યાદી સત્વરે પહોચાડી આપવા સુચન કર્યું….
કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારને નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિશેષ જન
સંપર્ક અભિયાન શરૂ છે. ત્યારે 93-ઉના વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંયુક્ત મૉરચા સંમેલનનું આયોજન માધવબાગ
વાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જીલ્લાના પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી. આ
કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જીલ્લા યુવા
પ્રમુખ હિતેષભાઈ ઓઝા, જીલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયત ના સદસ્યઓ, નગર પાલિકાના સદસ્ય ઑ તથા ઉના શહેર,
તાલુકા તથા ગીરગઢડા તાલુકાના દરેક સમાજ માંથી આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ખેડુતો, સંગઠનના હોદેદારો, ચુંટાયેલા
પ્રતિનિધિઓ તથા સરપંચો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગને સંબોધતા જીલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન
વાજાએ નરેન્દ્રભાઇ મોદી ના વડપણ હેઠળની કેન્દ્ર સરકારની નવ વર્ષની ઐતિહાસિક કામગીરી અંગે જાણકારી આપી હતી. આ પ્રસંગે
સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ એછે વચનો આપ્યા હતા તે તમામ વચનોની અમલવારી કરીને કાશ્મીર
માંથી 370 ની કલમ એક ઝાટકે રદ કરવામાં આવી હતી. તેવી જ રીતે શ્રી રામ મંદિરના નિર્માણનું કામ હાલ પુરજોશમાં શરૂ છે. અને
આવતા વર્ષે તા. 14 જાન્યુઆરીના રોજ સમગ્ર હિન્દુ સમાજના લોકોને શ્રી રામ મંદિર અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય
કાળુભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓના કામો સરકારના નિયમોનુસાર થાય તે જોવાની દરેક કાર્યકર્તાની
ફરજ છે. તેમણે કાર્યક્રમમાં હાજર રહેલા સરપંચોને સુચન કર્યું હતું કે, મારી ધારાસભ્યની રૂ.1.50 કરોડની ગ્રાન્ટ સાથે સાંસદ
રાજેશભાઈ ચુડાસમા પણ સાંસદ ફંડ માંથી રૂ. 1 કરોડ બંને તાલુકાને ફાળવવાના તો સૌ પોત પોતાના ગામમાં કરવાના થતા કામની
યાદી સત્વરે પહોચાડી આપે. આ સમગ્ર કાર્યક્રમના અંતે પ્રવિણભાઈ સાખટે આભાર વિધી કરી હતી.


